બ્યુટી ફંડા. / Beauty Funda.


બ્યુટી ફંડા


આજના યુગ મા દરેક યુવક કે યુવતી ને સુંદર દેખાવાની અભિલાશા હોઇ છે.સુંદર દેખાવુ કોને ના ગમે. તે પોતાની સુંદરતા નિખારવા માટે અવનવા પ્રયત્નો કરતા રહે છે.કાંતો તેઓ બ્યુટી પાર્લર જાય છે.કાંતો ઘરેલુ નુશ્ખા આજમાવી જુવે છે.રોજ રોજ પાર્લર તો જવુ શક્ય નથી. માટે તેઓ ઘરેલુ નુસ્ખાઓ શોધવા ઇન્ટરનેટ દ્વારા જુદ્જુદિ માહિતીઓ મેળવતા રહેછે.ક્યારેક મેળવેલ માહિતીના ઉપાયો કરવા છતા યોગ્ય પરિણામ મળતુ નથી .માટે હુ આજે તમારા માટે બ્યુટી ફંડા લાવ્યો છુ.જેમા તમારા ચહેરાની જાળવણી કેમ રાખવી તેનિ ચર્ચા કરીશુ. જેના વડે તમે તમારી સુંદરતા નિખારી શકશો.

હોઠ:



ઘણી સ્ત્રીઓને ફરિયાદ હોયછે કે તેમના હોઠ ખરાબ થઇ ગયા છે. તો તમારા હોઠ ને મુલાયમ બનાવવા માટે નુસ્ખાનો ઉપયોગ કરવો જેનાથી તમારા હોઠ મુલાયમ થયજસે

  •    એક વાટકી મા થોડુ મધ લઇ તેમા ટુથપેસ્ટ મિક્સ કરો.તે મિસ્રણ હોઠ પર લગાવો .થોડા સમય બાદ તેને  ધોઇનાંખો ત્યાર બાદ વેસેલિન અથવા દુધની મલાઇ લગવવુ જેનાથી હોઠ સાવ મુલાયમ થય જશે.
  •  રાત્રે સુતી વખતે હોઠપર નાળીયેરનુ તેલ લગવી લેવુ અથવા વેસેલીન લગાવી લેવુ.
  • ઘી અથવા મખણ લગાવવુ.
  •   એલોવેરા જેલ પણ લગાવી શકાય છે.



. વાળ: 




અન્ય કોઇ ના સુંદર વાળ જોઇને તમને થતુ હસે કે મારે પણ આવા સુંદર વાળ હોઇ. તમને પ્રસ્ન થતો હસે કે આલોકોના વાળ આટલા સુંદર કેમ છે.જો તમે પણ તમારા વાળ ને સુંદર બનાવવા મંગતા હોવ તો અહિ જણાવેલ નુસ્ખાનો અચુક ઉપયોગ કરજો.
સ્ત્રીઓએ ભીના વાળમા બેબીઓઇલ લગાવી લુછી નાખવાથી પ્રોફેશનલ ટ્રીટમેન્ટ લિધીહોઇ એટલા સિલ્કી અને શઇની વાળ થઇ જશે.

. ખોડો:  


  •  રોજ રાત્રે સુતી વખતે માથમા સરસવના તેલ ની માલિસ કરીલો અને સવારે ધોઇનાખો.
  • વારંવાર વાળમા કાસકો ફેરવવાનુ રહેવાદો.
  • નાળિયેર તેલમા યોગ્ય માત્રા મા કપુર ની ગોટી મિક્શ કરી લગાવો.
  • દહિ વડે માથુ ધોવવુ તેનાથી પણ ખોડો દુર થાય છે.
  • ખાન પાન વાળના સ્વાસ્થ્ય માટે મહત્વ ધરાવે છે લીલા પાંદ્ડાવાળા શાકભાજી, ફણગાવેલુ અનાજ, કાકડી,બાફેલા શાકભાજી, ગાજર વગેરેને ભોજનમા સામેલ ક 

.વાળ ખરવા:  



  • તમારા જીવનમા તાણ કે ચિંતા હોઇ તો સૌ પ્રથમ તેને દૂર કરો,ધ્યાનથી મનને તાણમુક્ત બનાવવા યોગ ની મદદ લો.
  • કડવા લીમડાના પાનને ધોઈને થોડાં પાણીમાં ઉકાળી લો. પાણીને ઠંડુ પાડીને તેનાથી વાળ ધુઓ.
  • બીજાં ઉપાય તરીકે કોપરેલમાં લીમડાનું તેલ ઉમેરીને માથામાં તેનું માલિશ કરો.
  • તાજો આમળાનો રસ અને લિંબુના રસ સરખા ભાગે મિક્સ કરો, આ મિશ્રણ ને શેંપુ ની જેમ વાપરો તેનાથી વાળ વધે છે અને ગાઢા બને છ

 સફેદ વાળ :     




  • બેસન મેળવેલુ દુધ કે દહીંના મિશ્રણથી વાળને ધોવો
  • આમળાના પાવડરમાં લીંબુ મેળવીને નિયમિત રૂપથી લગાડો સફેદ વાળ કાળા થઇ જાય છે.
  • તલ ખાઓ.તેનું તેલ પણ વાળને કાળા કરવામાં ઘણું અસરકારક છે.
  • અડધા કપ દહીંમા ચપટી કાળી મરી અને ચમચી ભરીને લીંબુ રસ મેળવીને વાળમાં લગાડો.7 મિનિટ પછી ધોઇ લો.વાળ કાળા થવા લાગશે.

.બે મોઢાવાળા વાળ:


  • તમારા વાળમા ઓઇલ મસાજ કરો વાળના છેડાને ગરમ નારિયેલના તેલમા ડુબાડો. અને ગરમ પાણીમા ડુબાડેલો ગરમ થયેલો ટોવેલ માથામા વીટાળીદો. થોડા સમય બાદ ઠ્ન્ડા પાણીથી વાળ ધોઇલો.તમારા માથામા કોઇ ખુલ્લા છીદ્રો હશેતો બંધ થઇ જશે.  


૩. પિમ્પલ(ખીલ): 

ચહેરા પર પડેલા ડાઘ-ધબ્બા દૂર કરવા અઘરું કામ છે.ખીલ થાય એટલે તેમને ફોડી નાંખવાનું બધાને જ મન થાય છે પરંતુ એવું કરતા પહેલા સો વાર વિચાર કરજો.કારણ કે, તેને કારણે પડી ગયેલા ધબ્બા દૂરકરતા તમને ખૂબ જ તકલીફ થશે.આજે હુ તમારી સાથે એવા કેટલાંક ઘરેલુ નુસ્ખા શેર કરવા જઈરહ્યો છુ જે તમને ચહેરા પરના ખીલ કે ડાઘથી તરત જ છૂટકારો અપાવી દેશે.

  • સૌ પ્રથમ તમારા તકિયાના કવર  સમયાંતરે બદલતા રહો.આ કવર્સ પર ભરપૂર માત્રામાં ડેડ સ્કિન સેલ્સ અને તમારા ફેસ પરનું વધારાનું ઓઈલ હોય છે.તેમને અઠવાડિયે ઓછામાં ઓછા એક વાર ધોવા જોઈએ.
  • રોજ 8થી 10 ગ્લાસ પાણી પીવું જોઇએ. જેથી શરીરની અંદરનો કચરો બહાર નિકળી જાય, અને ખીલની સમસ્યામાંથી છુટકારો મળે.
  • પિમ્પલ થયા હોય તો ચહેરા પર સ્ક્રબનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ.
  • મુલતાની માટી, ચંદનનો પાઉડર અને લીંબુના રસને બરાબર મિક્ષ કરી તેને 10 મિનીટ ચહેરા પર લગાવો, અને પછી ધોઈ લો.
  • પિમ્પલ થયા હોઇ ત્યા સફેદ ટુથ પેસ્ટ  લગાવવાથી પણ ફાયદો થાય છે.
  • ચણાના લોટને પણી સાથે મિક્શ કરી પિમ્પલ પર લગાવવા થી ફાયદો થાય છે.
  • લિમડાના પાન ને વાટી તેનો પેસ્ટ લગાવવો તેમજ લિમડાના કુણા પાન ખાવાથી ખિલ મટે છે.
  • રાત્રે સૂતી વખતે ત્રિફળાં ચૂર્ણ એક ચમચી હૂંફાળાં પાણી સાથે
  • પેટ સાફ રાખો કબજીયાત ન થવાદો.
  • તળેલી ચીજોની જગ્યાએ ખોરાકમા દુધ,ફળ,લીલા શાકભાજી અને કચુંબરની માત્રામા વધારો કરો. 

મિત્રો ખિલ એ આજના સમય ની સામાન્ય વાત છે.તેનાથી ડરવાની જરુર નથી.ખિલ ને હાથે ફોડવાની ક્યારેય કોસીસ કરવી નહિ.તે એનીજાતેજ મટી જસે.ચહેરા ને સાફ રાખવાનો આગ્રહ રાખો.અને મીત્રો કોઇપણ નુસ્ખા કે દવા જડપથી અસર કરતા નથી માટે ધિરજ રાખવી.

 ૪. બ્લેકહેડ્સ: 

  • બ્લેકહેડ્સથી રાહત મેળવવા માટે એલોવેરાનુ જેલ ખુબ લાભદાયી છે. આ જેલ ચહેરા પર ૧૦ મિનિટ લગાવ્યા બાદ નવશેકા પાણીથી ધોઇ લો. તમારી ત્વચા સાફ અને મુલાયમ થઇ જશે.
  • લીંબુનો રસ બ્લેકહેડ્સ ની જગ્યા એ લગાવશો તો ફયદો થશે.
  • ચહેરાની ગંદકી અને બ્લેકહેડ્સ સાફ કરવા માટે ગ્રીન તી ના સુકા પાન ખુબ ફાયદાકારક છે. એક ચમચી ગ્રીન ટી ના સૂકા પાનને પાણી મા મીક્સ કરીને પેસ્ટ બનાવીલો અને તેને ચહેરા પર ૧૫_૨૦ મિનિટ સુધી લગાવી રાખો ત્યાર પછી હળવા ગરમ પાણીથી ચહેરાને ધોઇલો અને ચહેરા પર મોઇશ્ચાઇજર લગાવી લો.

૫. ડાર્ક સર્કલ:


  •  રોજ કસરત કરવી તેમજ ઉંડા શ્વાસ લેવા, તેનાથી બ્લડ સર્ક્યુલેશનનિયમિત રહે છે અને સ્ટ્રેસ કંટ્રોલ થાય છે. પુરતી ઊંઘ ખુબ જરુરી છે.
  • આંખોને હુંફાળા પાણીથી ધોવો અને પછી ઠંડા પાણીથી. આનાથી આંખોનું બ્લડ સર્ક્યુલેશન ઈમ્પ્રુવ થાય છે તેમજ આંખો સાફ પણ થાય છે.
  • ટામેટા ડાર્ક સર્કલ દૂર કરવાનો ઉત્તમ ઉપાય છે. તેનાથી ડાર્ક સર્કલતો દૂર થાય છે પણ સાથે સ્કીન સોફ્ટ બને છે. એક ટીસ્પૂન ટામેટાના રસમાં એક ટી સ્પૂન લીંબૂનો રસ મિક્ષ કરીને તમારી આંખની નીચેના ડાર્ક સર્કલ પર લગાવવો અને 10 મિનીટ બાદ તેને પાણીથી ધોઇ નાખવું. દિવસમાં બે વાર આ પ્રયોગ કરશો તો તમને બે દિવસમાં ફેર દેખાશે.
  • તમે દરરોજ ટામેટા અને લીંબૂના રસમાં ફુદિનો નાંખીને તેનુ સેવન કરશો તો પણ ડાર્ક સર્કલ દૂર કરવામાં મદદ મળશે.
  • કાચા બટાકાને છીણીને તેનો રસ કાઢીને એ રસને કોટન કે રૂની મદદથી આંખો બંધ કરીને તેના પર એ કોટન મુકી દેવું. આંખ અને તેની આસપાસનો ડાર્ક સર્કલનો પુરેપુરો ભાગ ઢંકાઇ જાય એ રીતે કોટન કે રૂ મૂકવું. અને 10 મિનીટ પછી આંખોને ઠંડા પાણીથી ધોઇ લેવી.
  • તમે દરરોજ ટામેટા અને લીંબૂના રસમાં ફુદિનો નાંખીને તેનુ સેવન કરશો તો પણ ડાર્ક સર્કલ દૂર કરવામાં મદદ મળશે.
  • કાચા બટાકાને છીણીને તેનો રસ કાઢીને એ રસને કોટન કે રૂની મદદથી આંખો બંધ કરીને તેના પર એ કોટન મુકી દેવું. આંખ અને તેની આસપાસનો ડાર્ક સર્કલનો પુરેપુરો ભાગ ઢંકાઇ જાય એ રીતે કોટન કે રૂ મૂકવું. અને 10 મિનીટ પછી આંખોને ઠંડા પાણીથી ધોઇ લેવી.
  • કાકડીને અડધો કલાક ફ્રીઝમાં રાખીને ત્યાર બાદ એ ઠંડી કાકડીના ટુકડા આંખો પર મુકવાથી ડાર્ક સર્કલ દૂર કરી શકાય છે. 10 મિનીટ બાદ ફરી એ ટુકડા હટાવીને આંખોને ઠંડા પાણીએ ધોઇ લેવી. આ પ્રયોગ વાંરવાર કરવાથી આંખોની ગરમી અને આસપાસના ડાર્ક સર્કલ બંને દૂર થાય છે. અને તમે ઇન્સટન્ટલી આંખોની ફ્રેશનેસ અનુભવી શકો છો.
  • કોટન બૉલને કાચા ઠંડા દૂધમાં પલાળીને તેનાથી બંને આંખોને કવર કરી લેવી. થોડી વાર બાદ તેને હટાવીને પાણીથી આંખો ધોઇ લેવી. આમ કરવાથી પણ આંખોમાં ઠંડક રહેવાની સાથે ડાર્ક સર્કલ દૂર કરવામાં મદદ મળે છે.
નમસ્કાર મીત્રો મારી આ પોસ્ટ નાની અને સિમીત છે.પરંતુ જો આ ટિપ્સનો જણાવ્યા મુજબ યોગ્ય પ્રયોગ કરવામા આવે તો ,આ ટિપ્સ વરદાન રુપ બનીશકે.તો મીત્રો આજેજ આટિપ્સ આજમાવી જુવો.

 લેખન અને સંપાદન :
                          લેખ તમે 'thecare4life' ના માધ્યમ થી વાંચી રહયાછો. અમારો લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર , મને આશા છે કે તમને લેખ ગમ્યો હશે, તો લેખ ને  વધુમાં વધુ શેર કરો.
 બસ એવુજ કઈંક જીવન જરૂરી તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણા સૌનું પ્રિય એવું 'thecare4life'પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે અવસ્ય શેર કરો.

નોંધ :  લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

આભાર
Reactions

Post a Comment

0 Comments