વીડિયો જોવા માટે પૈસા આપવા પડશે/You have to pay to watch the video

ભારતમાં Youtubeની સબ્સક્રિપ્શન સેવા શરૂ, વીડિયો જોવા માટે પૈસા આપવા પડશે. 



- સબ્સક્રિપ્શન સર્વિસ માટે 1,00,000થી વધારે સબ્સક્રાઇબર હોવા જોઇએ


તમારામાંથી કેટલાય લોકો એવા હશે જે યૂટ્યૂબ પર પોતાની ચેનલ ચલાવતા હશે, તમારા ચેનલના થોડાક સબ્સક્રાઇબર પણ હશે અને કેટલાક પૈસા કમાતા હશો, પરંતુ હવે ગૂગલે તમને પૈસા કમાવવાની નવી પધ્ધતિ આપી દીધી છે.
હવે તમે પોતાના યૂટ્યૂબ ચેનલ મારફતે તમે સબ્સક્રાઇબર અને દર્શકો પાસેથી પણ પૈસા લઇ શકશો. અત્યાર સુધી આ ફીચર ભારતમાં શરૂ કરવામાં નથી આવ્યું પરંતુ આ હવે લાઇવ થઇ ગયું છે.
યૂટયૂબના આ ફીચરને લાઇવ થયા બાદ ચેનલ ચલાવનાર વ્યક્તિ સબ્સક્રિપ્શન સર્વિસ શરૂ કરી શકો છો અને એક્સક્લૂસિવ કન્ટેન્ટ માટે દર્શકો પાસેથી પૈસા માંગી શકે છે. જ્યારે આ ફીચર ચેક કરવામાં આવ્યું ત્યારે ગેઝેટ્સ ટૂ યૂઝ ચેનલના 1 મહીનાના સબ્ક્રિપ્શન માટે 159 રૂપિયાનો વિકલ્પ મળ્યો.
જો કે તેના માટે ચેનલ પાસે 1,00,000થી વધારે સબ્સક્રાઇબર હોવા જોઇએ. તે લોકો પે સબ્સક્રિપ્શન પણ શરૂ કરી શકે છે અને પોતાના સબ્સક્રાઇબરથી 4.99 ડૉલર એટલે લગભગ 320 રૂપિયા માસિક મુલ્ય લઇ શકે છે.
ગૂગલે એ પણ કહ્યુ છે કે વીડિયો બનાવનાર શર્ટ અથવા ફોનના કવર જેવી વસ્તુઓ પણ પોતાની ચેનલ પર વેચી શકશે.
ઉદાહરણ તરીકે જો તમને કોઇ યૂટ્યૂબરનો વીડિયો પસંદ આવે છે અને તમે તેની ચેનલની સબ્સક્રાઇબ કર્યુ છે તો તે ચેનલવાળો તમારી પાસે પૈસા માંગી શકે છે. એવામાં તમારે પૈસા આપવાના રહેશે અથવા તો તમે તે વીડિયોને જોઇ શકશો નહીં.

                             આ સમચાર આજના ગુજરાત સમાચાર ના એક લેખ માંથી લેવામા આવ્યો છે.
Reactions

Post a Comment

0 Comments