Chrome બ્રાઉઝરના આ ખાસ ફિચર્સ વિશે તમે જાણો છો

કોમ્પ્યુટર
અને લેપટોપમાં સોફ્ટવેર વિના કામ નથી થઈ શકતુ. આવામાં ઘણીવાર એવું બને છે કે આપણાં
ફોનમાં પીડીએફ સોફ્ટવેર નથી હોતું. આવું થાય ત્યારે આપણે ગૂગલના ક્રોમ બ્રાઉઝરનો
ઉપયોગ કરી શકીએ છે. આ ઉપરાંત પણ ગૂગલના ક્રોમ બ્રાઉઝરના ઘણાં ફાયદા છે. આવો આજે એ
વિશે વાત કરીએ....
બહુ ઓછા યુઝર્સ જાણતાં હશે કે ગૂગલ
ક્રોમ એક સર્ચ એન્જિન હોવાની સાથે જ કેલક્યુલેટર, કનવર્ટર, ઓડિયો
વીડિયો પ્લેયર,
પીડીએફ રીડર અને ફાઈલ એક્સપ્લોરલ
તરીકે પણ કામમાં આવે છે. આ બધા મહત્વના ટૂલ્સનો ઉપયોગ કરીને યૂઝર્સ પોતાના કામને
પહેલાં કરતાં સારું અને સરળ બનાવી શકે છે.
ગૂગલ ક્રોમને બનાવો પીડીએફ રીડર

કોમ્પ્યુટરમાં કોઈપણ પીડીએફ ફાઈલ તે
ઈ-બુકને જોવા માટે એમાં પીડીએફ રીડર ડાઉનલોડ કરવું પડે છે પરંતુ આ એક ટ્રિક છે
જેનાથી યુઝર પીડીએફ રીડર ડાઉનલોડ કર્યાં વિના પણ સંબંધિત ફાઈલને સરળતાથી વાંચી શકે
છે. આ માટે પીડીએફ ફાઈલને માઉસની મદદથી ડ્રેગ કરીને એડ્રેસ બાર સુધી લઇ જઈને છોડી
દો. એ પછી ગૂગલ ક્રોમ બ્રાઉઝર એક પીડીએફ રીડરની જેમ કામ કરવા લાગશે.
ક્રોમ કેલક્યુલેટરનો ઉપયોગ

ગૂગલ ક્રોમ પર કેલક્યુલેટર અને કનવર્ટરનો ઉપયોગ કરવાનું બહુ સરળ છે. કેલક્યુલેટર અને કનવર્ટરનો તમે સીધા સર્ચ બારમાં જઈને
પોતાના ન્યૂમેરિક ડિજિટ ટાઈપ કરી શકો છો. દાખલા તરીકે જો તમારે 5 અને 6નો સરવાળો કરવો હોય તો આ સર્ચ બારમાં જઈને સીધા 5+6 ટાઈપ કરો. એ જ રીતે જો તમારે કિલોમીટરને મીટરમાં બદલવા હોય તો 4 km to m ટાઈપ કરી દો. તમને તમારો જવાબ મળી જશે. એ જ રીતે તમે કરન્સી, ફ્યૂઅલનો ઉપયોગ,
તાપમાન તે ગતિને પણ બદલી શકાય છે.
ઓડિયો વીડિયોની મજા માણો

હવે તમારે કોમ્પ્યુટર પર એમપીથ્રી ગીતો
કે વીડિયો માટે અલગથી ઓડિયો વીડિયો પ્લેયર ડાઉનલોડ કરવાની જરૂર નથી. કોમ્પ્યુટરમાં
રહેલી કોઈપણ ઓડિયો-વીડિયો ફાઈલને માઉસથી ડ્રેગ કરીને એડ્રેસબારમાં લઈ જાઓ. એચડી
ક્વોલિટીના વીડિયો પણ આને ઈઝિલી સપોર્ટ કરે છે. આનાથી તમારા કોમ્પ્યુટરની મેમરી પર
પણ લોડ નહીં પડે અને તમે ઈઝિલી ઓડિયો-વીડિયો પ્લેયરને નિયંત્રિત કરી શકશો.
ક્રોમ પર શોધો કોમ્પ્યુટરમાં સેવ ફાઈલો.

યુઝરે કોમ્પ્યુટરમાં સેવ કરેલી કોઈ ફાઈલ શોધવી હોય તો માય કોમ્પ્યુટર ખોલવુ પડે છે. ત્યાંથી તે પોતાના ડ્રાઈવ અને ફોલ્ડર સુધી પહોંચી જાય છે. આ કામ તમે ગૂગલ ક્રોમ પર ડાયરેક્ટ કરી શકો છો. આ માટે યુઝરે એડ્રેસ બારમાં file:///C:/ ટાઈપ કરવું પડશે. આમાં સી ડ્રાઈવને બદલે તમે કોઈપણ વિશેષ ડ્રાઈવ પણ લખી શકો છો. એ પછી એન્ટરનું બટન દબાવતાં જ કોમ્પ્યુટરમાં રહેલું ડ્રાઈવ સરળતાથી ખુલી જશે. જ્યાંથી તમે કોઈપણ ફોલ્ડર કે ફાઈલને જોઈ શકો છો.
લેખન
અને
સંપાદન
:
આ લેખ તમે 'thecare4life'
ના માધ્યમ થી વાંચી રહયાછો. અમારો આ લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર , મને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખ ને વધુમાં વધુ શેર કરો.
બસ એવુજ કઈંક જીવન જરૂરી તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણા સૌનું પ્રિય એવું 'thecare4life'પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે અવસ્ય શેર કરો.
નોંધ : આ લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
આભાર

0 Comments