શુ તમે LIC પોલિશિ ખરિદિ છે તો ખાસ ધ્યાન આપો.

દેશમાં વીમાને લઈને લોકોમાં જાગૃતતા આવી છે. બચતની સાથે સાથે સિક્યોર થવાની આ યોજના લોકો હોશે હોશે ખરીદે છે. દેશમાં ભારતીય જીવન વીમા નિગમ એટલે કે એલઆઈસીના પોલિસી હોલ્ડર્સની સંખ્યા લાખોમાં છે. પોલિસીના નામે થતા ફ્રોડ કે કોઈપણ પ્રકારના મિસ સેલિંગથી બચવા માટે લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સમય-સમય પર સલાહ આપે છે.
આ એડવાઇઝરી તે બધા લોકો માટે છે જેમની પાસે એલઆઈસીની કોઈપણ પોલિસી છે. આ સિવાય એવા લોકો માટે પણ છે જે ભવિષ્યમાં એલઆઈસી સાથે જોડાઈ શકે છે. તમે પોલિસી હોલ્ડર છો તો આ વાતોનું હંમેશા ધ્યાન રાખો.
એલઆઈસીએ પોતાના ટ્વિટર હેન્ડલથી એલર્ટ કરતા પ્રીમિયમને લઈને મોટી જાણકારી આપી છે.
LICએ જણાવ્યુ છે કે પોલિસીનું પ્રીમિયમ ભરવા માટે જે પણ ચેક આપો તેની ઉપર LIC of India લખેલું હોવું જોઈએ. જો કોઈ તમારી પાસે કોઈ બીજા નામનો ચેક આપવા માટે કહે તો સ્પષ્ટ ના પાડી દેજો અને તેની જાણકારી એલઆઈસીને આપજો. કેમકે આવા ચેકથી સરળતાથી ફ્રોડ થાય છે.

પોલિસીનો ચેક કે પછી ડીડી (ડિમાન્ડ ડ્રાફ્ટ) LIC of Indiaના નામ પર બનશે. સાથે તેની ઉપર પોલિસી નંબર જેનું પ્રીમિયમ આપી રહ્યો છો તે પણ લખવું પડશે. જો એકથી વધારે પોલિસી પ્રીમિયમ રોકાણ માટે એક જ ચેકનો ઉપયોગ કરવામાં આવે છે તો ચેકના ફ્રન્ટ પર એક પોલિસી નંબર લખવો જોઈએ અને બીજા ચેકની પાછળ લખી શકાય છે.

આમ LIC પોતાના ગ્રાહકોને સમય સમય પર એલર્ટ કરે છે જેથી તેમને જરૂરી માહિતી મળી શકે. ગ્રાહકોને કોઈ તકલીફ ન થવી જોઈએ. કેટલાક લોકો પોલિસી ખરીદતા ડરે છે કેમકે તેમની પાસે પુરતી માહિતી હોતી નથી. પોલિસી એક સરળ બચત યોજનાની સાથે સાથે સિક્યોરીડટિને લઈને પણ ખુબજ જરૂરી છે.