બે સ્માર્ટફોનમાં ચલાવવું છે એક જ નંબરનું WhatsApp, તો જાણો આ રીત.
- WhatsApp યુઝર્સ માટે ખુશીના સમાચાર આવી ગયા છે. તાજેતરમાં સોશિયલ મીડિયાની સૌથી લોકપ્રિય એપ વોટ્સએપ છે. તેથી WhatsApp યુઝર્સ માટે બે મોબાઇલમાં એક જ WhatsApp ચલાવી શકાય તે શક્ય બન્યું છે. જેથી તમે એક જ વોટ્સએપ એકસાથે બે સ્માર્ટફોનમાં વાપરી શકો છો.
- ભારતમાં હજી સુધી વોટ્સએપના 20 કરોડથી વધારે યુઝર્સ છે. હવે વોટ્સએપનો ઉપયોગ પર્સનલ કામ માટે નહીં પણ બિઝનેસ તેમજ કોમ્યુનિટીને લગતા કામ માટે થાય છે. ગ્રુપ કોલિંગ, ગ્રુપ વીડિયો કોલિંગ તેમજ કોલિંગ દરમિયાન વોટ્સએપનો ઉપયોગ થાય છે.
- અત્યાર સુધી વોટ્સએપ યુઝર્સને ફરિયાદ રહેતી હતી કે તેઓ પોતાના બંને સ્માર્ટફોનમાં એક જ વોટ્સએપ નંબરનો ઉપયોગ નથી કરી શકતા પણ હવે એ શક્ય છે. આ ટીપ્સને અનુસરો તો તમે પણ બે ફોનમાં એક જ નંબરનો WhatsApp ચલાવી શકશો.
- સ્માર્ટફોનમાં Chrome, Mozilla કે પછી બીજું કોઈ બ્રાઉઝર ઓપન કરો. અહીં https://web.whatsapp.com/ ટાઇપ કરીને એન્ટર કરી દો.
- તમને એક QR Code દેખાશે. હવે તમારા સ્માર્ટફોનમાં WhatsApp ઓપન કરો. WhatsAppના હોમ પેજ પર તમને જમણી તરફ ત્રણ ડોટ દેખાશે જેના પર ટેપ કરો. અહીં તમને WhatsApp Web દેખાશે અને એના પર ટેપ કરો. હવે એપના Scannerથી બીજા સ્માર્ટફોનના બ્રાઉઝર પર સ્કેન કરો. આ રીતે તમે બે સ્માર્ટફોન પર એક જ WhatsApp એકાઉન્ટ ચલાવી શકો છો.
- હવે વોટ્સએપ પર WhatsApp Web ઓપ્શન પર જાઓ અને અહીં તમને Log out from all devicesનું ઓપ્શન જોવા મળશે. એના પર ક્લિક કરીને LOG OUT બટન ક્લિક કરવાથી તમારું વોટ્સએપ એકાઉન્ટ જેટલા પર ડિવાઇ સાથે કનેક્ટ હશે એ તમામ ડિસકનેક્ટ થઈ જશે.
લેખન
અને
સંપાદન
:
આ લેખ તમે 'thecare4life'
ના માધ્યમ થી વાંચી રહયાછો. અમારો આ લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર , મને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખ ને વધુમાં વધુ શેર કરો.
બસ એવુજ કઈંક જીવન જરૂરી તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણા સૌનું પ્રિય એવું 'thecare4life'પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે અવસ્ય શેર કરો.
નોંધ : આ લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
આભાર

0 Comments