Truecallerમાંથી પોતાનો નંબર
કાઢી નાંખવો છે? આ રહી PROCESS
મોબાઈલમાં એવાં ઘણાં કૉલ્સ આવે છે. જેમને આપણે
ઓળખતા નથી હોતા. તેથી કોણે કૉલ કર્યો એ જાણવા લોકો એમને સામેથી ફોન કરતા હોય છે.
પરંતુ હવે અનનૉન નંબરથી આવેલા કૉલ વિશે જાણવા માટે Truecallerની મદદ પણ લેવામાં
આવે છે. Truecaller
એક એવી એપ છે જે
તમને અજાણ્યાં ફોન નંબરને ઓળખવામાં મદદ કરે છે.
ઘણીવાર Truecaller યૂઝર્સ પોતાનો ડેટા ડિલીટ કરવા માગે છે પણ કરી
નથી શકતાં. ખરેખર તો આ ડેટા ડિલીટ કરવાનું બહુ સરળ છે. બસ થોડી ટિપ્સ ફોલો કરીને
નંબર અને ડેટાને ડિલીટ કરી શકાય છે. અહીં એની પ્રોસેસ સમજાવી છે.
- સૌપ્રથમ તમે તમારા મોબાઈલમાં Truecaller
એપ ડાઉનલોડ કરીને
ખોલો. યૂઝરે એપમાં પોતાના એકાઉન્ટથી લૉગ ઇન કરવાનું રહેશે. એકવાર લૉગ ઇન થઈ ગયા
પછી તમારે Truecallerના સેટિંગમાં જવું પડશે. સેટિંગમાં જઈને
એકાઉન્ટમાં ડિએક્ટિવેટનું ઓપ્શન દેખાય એટલે એના પર ક્લિક કરો.
- એ પછી યુઝર્સે www.truecaller.com/unlisting
લિંક પર ક્લિક
કરવાનું રહેશે. ત્યાં પોતાના દેશનું નામ સિલેક્ટ કરીને પોતાનો ફોન નંબર નાંખો. એ
પછી કેપ્ચા નાંખો. આમ કરવાથી Truecallerમાંથી તમારો નંબર
દૂર થઈ જશે. ઉલ્લેખનીય છે કે
કંપની ફોન નંબર દૂર કરવા માટે 24 કલાકનો સમય લે છે.


0 Comments