ડ્રાઈવિંગ લાયસન્સ અને ગાડીના પેપર સાથે રાખવાની જરૂર નથી, ફોનથી જ ચાલી જશે કામ



પોલીસ કે અન્ય કોઈ અધિકારીની ડિમાન્ડ પર આ એપમાં સેવ કરાયેલા દસ્તાવેજ બતાવી શકો છો

ગેજેટ ડેસ્કઃ તમે જ્યારે પણ તમારી કાર કે બાઈકથી મુસાફરી કરો છો, તો તમારે સાથે ડ્રાઈવિંગ લાયસન્સ, પોલ્યૂશન સર્ટિફિકેટ સહિત ઘણા દસ્તાવેજો રાખવાના હોય છે, પરંતુ હવે તેની જરૂર નહીં પડે. એક વેબ પોર્ટલના અહેવાલ અનુસાર રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયે એક નવી વ્યવસ્થા આ માટે શરૂ કરી છે. રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયે 19 નવેમ્બરના બધા રાજ્યોના પરિવહન વિભાગને એક સર્કુલર આપ્યું છે. તેમાં મંત્રાલયને કહેવાયું છે કે, જો સામાન્ય નાગરિક ઈચ્છે તો તે જરૂર પડતા પોતાના ડ્રાઈવિંગ લાયસન્સ, પોલ્યૂશન સર્ટિફિકેટ સહિત ગાડીના અન્ય દસ્તાવેજોની ડિજિટલ કોપી બતાવી શકે છે.
ફિજિકલ ડોક્યૂમેન્ટ્સ બતાવવાનો પણ વિકલ્પ

સર્કુલરમાં કહેવાયું છે કે, જ્યારે પોલીસ કે અન્ય કોઈ અધિકારી તરફથી ગાડીના દસ્તાવેજો માંગવામાં આવે તો સામાન્ય નાગરિક ઈચ્છે તો ડિજિટલ ફોર્મેટમાં બતાવી શકે છે. તેની પાસે ફિજિકલ ડોક્યૂમેન્ટ્સ બતાવવાનો પણ એક વિકલ્પ છે. આ રીતે જ્યારે પણ તમારી પાસે ગાડીના કોઈ દસ્તાવેજો માંગવામાં આવે તો તેને તમે ડિજિટલ ફોર્મમાં બતાવી શકો છો. પોલીસ તેને અસ્વીકાર કરી શકશે નહીં.
ક્યાં રાખશો દસ્તાવેજ

આ સર્કુલર પહેલા ઓગસ્ટ 2018માં પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયે પણ રાજ્યોને આ સંબંધે અધિસૂચના આપી હતી. તેમાં કહેવાયું હતું કે, સામાન્ય વ્યક્તિ પોતાના દસ્તાવેજ ડિજિલોકર અને એમપરિવહન એેપમાં રાખી શકે છે. પોલીસ કે કોઈ અન્ય અધિકારીની ડિમાન્ડ પર એપમાં સેવ કરાયેલા દસ્તાવેજો બતાવી શકાય છે. એટલા માટે ફિજિકલ કોપી સાથે હોવી જરૂરી નથી. તમે ડિજિકોલર અને એમપરિવહન એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો.

  નોંધ; આ લેખ દિવ્યભાસ્કર માંથી લેવામાં આવ્યોછે. અને તમારા સુધી પહોંચાડવામાં આવ્યો છે.
https://www.divyabhaskar.co.in/news/GAD-IFTM-you-do-not-need-to-carry-a-physical-driving-licence-anymore-gujarati-news-5984982-NOR.html