ઉનાળામાં તમારી ત્વચા નું રક્ષણ કરવા આટલું કરો. / Do this to protect your skin in summer.

ઉનાળામાં તમારી ત્વચા નું  રક્ષણ કરવા આટલું કરો.

ઉનાળાની સિઝન માં પ્રદૂષણ અને ગરમી આબન્ને અનિવાર્યછે. ગરમીના દિવસોમાં તાપમાન ગરમ હોવાના કારણે આપના સરીર ની ત્વચા ખુબજ તૈલિય બ્નિજાય છે. અને આ તૈલીય ત્વચા પર પ્રદૂષણ ની અસર ખૂબ ઝડપી થઈ છે. માટે આનાથી બચવા તમે શું કરીશકો ? અને શું કરવું જોઈએ ?તેના માટે જાણકરી મેળવવી  ખૂબ જરૂરી છે. 


સન પ્રોટેકસન; 




         ઉનાળાની ગરમીમાં સ્કીન ને સુર્ય ના કિરણોથી બચાવવી એ ખૂબ મહત્વની વાત છે. ગરમીમાં સ્કીન  ને જાળવવા માટે બને ત્યાસુધી તડકામાં બહાર જવાનું ટાળવું જોઈએ. જો ગરમીમાં બહાર જવાનું  અનિવાર્ય હોય તો તમારે તમારી સ્કીન નો બચાવ કરવો ખૂબ મહત્વ નો છે. માટે જ્યારે ગરમીમાં  બહાર નીકળો ત્યારે તમારા ચેહરાને કોઈ કોટન ના મુલાયમ કપડાં થી  ઢાંકીદો. પુરુસો માથા પર ટોપી  પહેરવાનો  આગ્રહ રાખે . કોઈ સારી કંપનીની સનસ્ક્રીન લોસન નો ઉપયોગ કરવો . આંખના  રક્ષણ માટે  ગોગલ્સ નો ઉપયોગ કરવો . હાથમાં મોજા પહેરવા. જો ચાલીને જવાનું હોય તો છત્રી નો  ઉપયોગ કરવો. 


માવજત ;


        સ્વસ્થ ત્વચા એ સુંદરતા નું ઘરેણું છે. પોષક તત્વ મળી રહે તેવો આહાર લેવો જોઈએ.હળવો ખોરાક લેવો જોઈએ .  તડકામાં જતાં પહેલા લોસન લગાવવાનું ભુલશો નહીં . ખાટા,તળેલા ,મસાલેદાર અને આથા વાળા આહારથી દૂર રેહવું જોઈએ.ભરપૂર માત્રમાં પાણી પીઓ ,લીંબુ સરબત ,છાસ,જલજીરા,હર્બલ ટી,તકમરિયા વગેરે સરીરને ઠંડક અપાવેછે. સવારના સમયે યોગ કરવાથી દિવસ તાજગી ભર્યો રહે છે. ચહેરો ધોયા પછી ટેનપર દહી લગાવો સુકાય જાય પછી તેને ધોઇનખો. ચહેરા પર મૂલત્ની માટી ,ચંદન અને ગુલાબ જળ મિક્સ કરી લગાવવાથી સ્કીન માં ચમક આવે છે.  મહિલાઓએ ચંદન,ગુલાબજળ, એલોવેરાઅને લીમડા જેવા પદાર્થો ધરાવતું મોઈશ્ચુરાઇઝર લગાવવું  

         
           
 લેખન અને સંપાદન :
                          લેખ તમે 'thecare4life' ના માધ્યમ થી વાંચી રહયાછો. અમારો લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર , મને આશા છે કે તમને લેખ ગમ્યો હશે, તો લેખ ને  વધુમાં વધુ શેર કરો.
બસ એવુજ કઈંક જીવન જરૂરી તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણા સૌનું પ્રિય એવું 'thecare4life'પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે અવસ્ય શેર કરો.

નોંધ :  લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

આભાર 



Reactions

Post a Comment

0 Comments