શું તમારે હમેશા સુંદર દેખાવું છે ?/Do you always want to look beautiful?

શું તમારે હમેશા સુંદર દેખાવું છે ?

 

      સુંદર તા એ દરેક સ્ત્રી નું અમુલ્ય આભૂષણ જ છે. કોઈ પણ ઉમર ની સ્ત્રી હોય પણ તેને સુંદર દેખવા ની અભિલાષા હોઈજ છે. અને તે તેના માટે તે પ્રયત્ન કરતીજ હોય છે. પરંતુ શું કરવું ,ક્યારે કરવું અને કેએમ કરવું એના વિષે તેને ખ્યાલ હોતો નથી. જો તમે પણ હમેશા સુંદર દેખાવા ઇચ્છતા હોવ તો નીચે જણાવેલા સરળ સ્ટેપ અનુસરો 

રાત્રિ સૂજાવ ; 

             

સ્નાન કરો ; 

 રાત્રે સૂતા પહેલા સ્નાન કરવાથી દિવસ દરમ્યાન સ્કીન માં જમા થયેલ પોલ્યુશન ડસ્ટ સાફ થાય છે. અને ત્વચા સુવાળી બને છે. સ્નાન ના પાણી માં થડ સમય પહેલા જો થોડી ગુલાબ ની પાંદડી ઑ નાંખસો તો સ્નાન પછી તમારું સરીર હળવું અને તાજગી ભર્યું લાગશે. 

હળદર વાળું દૂધ; 


 રાત્રે સૂતા પહેલા હળદર વાળું દૂધ પીવું જરૂરી છે. હળદર વાળા દૂધ નું સેવન કરવાથી સરીર ના વિકાર દૂર થાય છે, લોહી સાફ થાય છે અને ત્વચામાં ચમક આવેછે. 

ક્રીમ વડે મસાજ ; 


  દિવસ દરમિયમ આપના સરીર ના વિવિધ અંગોની સાથે સાથે આપની આંખ અગત્ય નું કામ કરે છે. માટે તેની જાળવણી આવસ્યક છે. તેથી રાત્રે સૂતી વખતે આંખ  ની ફરતે ક્રીમ વડે હળવા હાથે મસાજ લેવું જેનાથી આંખ હળવી ફૂલ જેવી બને છે. 

બ્રશ કરવું ;  



 રાત્રે સૂતી વખતે બ્રસ કરવું અગત્ય નું છે. આપના દાંતો માં જમાં થયેલ ભોજન ના કાણો માં કીટાણુ ઉત્પન્ન થાય છે. તે દાંત ના સડા માટે મુખ્ય છે. માટે રાત્રે સૂતી વખતે બ્રસ કરીયે તો દાંત માં સડો થતો નથી અને દાંત ના દુખવાની સમસ્યા પણ થતી નથી. 

વાળ ઉકેલો ; 


 રાત્રે સૂતા પહેલા વાળની ગૂંચ ઉકેલી લેવામાં આવે તો રાત્રે ઊંઘ માં વાળ ગુચવાય ઓછા અને તૂટવાથી બચે . વાળ માં રીબીન લગાવીદો જેથી ઉકેલાયેલા વાળ વિખરાય નહીં. 

મોઈશ્ચરઇઝર ;  


 રાત્રે સૂતા પહેલા સરીરમાં મોઇશ્ચરાઇઝર લગાવવું ખૂબ આવાસ્યક છે. તેનાથી ત્વચા ભેજ વળી રહેશે જેથી ત્વચા માં સુસ્કતા નહીં આવે અને સવારે ત્વચા ચુસ્ત દેખાશે. 

દૈનિક સૂજાવ:  

ચહેરાની સફાઈ ; 



 ચહેરાને સુંદર અને સ્વસ્થ રાખવા માટે બને ત્યાં સુધી સાબુ નો ઉપયોગ ટાળવો તેના બદલામાં ચહેરાને ધોવા માટે ફેશ વોશ, દૂધ, દહી, અથવા બેસન નો ઉપયોગ કરવો.

પગ ની એડીની માવજત ;  


 મોટા ભાગે સ્ત્રીઑ ને પગની એડી ફાટવાની સમસ્યા સતાવતી હોય છે.  માટે જ્યારે પણ તમે બહારથી પરત આવો ત્યારે પગ વ્યવસ્થિત સાફ કરવા પાણી વડે ધોઈ લેવા અને તેના પર ગ્લિસરીન,એલોવેરા જેલ, નાળિયેર નું તેલ અથવા બોરોપ્લસ વગેરે જેવી ક્રીમ લગાવી. અને રાત્રે સૂતી વખતે બને તો એડી માં ગ્લિસરીન લગાવી સૂવું જેથી ત્વચા મુલાયમ રહે. દિવસ દરમિયાન પાણી ને લગતા કામ કરો પછી નાળિયેર તેલ લગાવી લેવું જેનાથી એડી સુકાવાનો પ્રસન નહીં રહે અને એડી ફટસે નહીં. 

રીંકલ્સ દૂર કરવા; 


 રીંકલ્સ એટ્લે ત્વચા પર પડતી કરચલીઓ. આજના તણાવ યુક્ત અને પ્રદૂસણ યુક્ત વાતાવરણ માં રીંકલ્સ ની સમસ્યા વધતી જાય છે. આનાથી રક્ષણ મેળવવા માટે મુલતાની માટી સાથે એક ચમચી દહી અને મિલ્ક પાવડર મિક્સ કરી તેનો લેપ ચહેરા પર લગાવો. આલેપમાં ગુલાબ જળ નો પણ  પ્રયોગ કરી સકો છો. આલેપ 35 થી 40 મિનિટ રાખી સ્વચ્છ પાણી વડે સાફ કરી  હળવા હાથે ચહેરો લૂછી લેવો. 

માથાની સાંભળ ;  


 આપના સરીર માં માથું એ મહત્વ નું અંગ છે. માટે તેની માવજત એ ખુબ જરૂરી છે. માથાને રોજ નિયમિત રીતે વોશ કરતું રહેવું જોઈએ. માથું કોઈ સારી કંપનીના શેમ્પૂ વડે ધોઈ કંડિસનર લગાવવું. માથામાં તેલ  નાંખતા હોય નાળિયેર ના તેલ માં થોડો લીંબુ નો રસ મિક્સ કરો અથવા આમળાનું તેલ મિક્ષ કરી થોડો સમય મસાજ કરો જેનાથી માથામાં ઠંડક થશે અને દુર્ગંધ પણ નહીં આવે. 

બેબી વાઈપ નો ઉપયોગ; 



  તમે પણ તમારા ચહેરાને તંદુરસ્ત અને ફ્રેશ રાખવા માંગતા હોવ તો તમે બેબી વાઈપ નો ઉપયોગ કરી શકો. તે તમારા ચહેરા પરની ગંદકી શફ કરી ચહેરા ને ફ્રેશ બનાવે છે. ઉપરાંત તમારા ચહેરાને મોશ્ચુરાઇઝ કરવાની જરૂર નહીં પડે, કારણ કે આ ચહેરાને સાફ તો કરેજ છે પણ સાથે સાથે મોશ્ચુરાઇઝ પણ કરે છે. 

કાજલ અને લિપ લાઇનર નો ઉપયોગ ; 


 કાજલ નો પ્રયોગ માનવ જીવન માં ઘણા વર્ષો થી કરવામાં આવે છે. આ કાજલ સ્ત્રી ની સુંદરતાને ચાર ચાંદ લગાવીદે છે. કાજલ લગાવવાથી આંખો ખૂબ આકર્ષક લાગે છે. સાથે લિપ લાઇનર લાગવું પણ એટલુજ જરૂરી છે. કેમકે તે લાંબા સમય શુધી રહે છે અને ફેલાતું પીએન નથી. તમારી મન પસંદ લિપસ્ટિક સાથે તેનો ઉપયોગ કરવો. 

સનસ્ક્રિન લગાવો ; 


 સનસ્ક્રિન નો પ્રયોગ સુંદર દેખાવવા માટે નહીં પણ સૂર્ય ની ગરમી અને તડકાથી બચવા માટે છે. સૂર્ય ના પ્રકાસ માં રહેલા અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે. જો તેનો ઉપયોગ ના કરો તો સ્કીન કાળી પડી સકે છે. માટે સાનસ્ક્રીન લગાવો. 

ભરપૂર ઊંઘ લો ;  


 ઊંઘ આપના સરીર માટે ખૂબ અગત્યની છે. માટે નિશ્ચિત સમયે ઊંઘ લો. આપના સરીર ના વિવિધ અંગોના નિયમન માટે ઊંઘ આવસ્યક છે. જો ઊંઘ પૂરી ના થાય તો બીજા દિવશે થાકેલા રહીએ અને સરીર ની કરી પ્રણાલી માં બદલાવ આવે છે. માટે ચોક્કસ સમયે અને પૂરતી ઊંઘ લો. 


સ્વાસ્થ્ય કેળવો ;  



 સ્વાસ્થ્ય એ માનવ સરીર નો મૂળભૂત પાયો છે. માટે જો સ્વાસ્થ્ય સારું હોય તો તમારું સોંદર્ય બમણું બને છે. અને સ્વસ્થ્ય ત્યારેજ સારું રહે જ્યારે આપણે આપનો પૂરતા પ્રમાણ માં નાની મોટી બાબતનો ખ્યાલ રાખીએ. યોગ્ય સમયે, સંતુલિત તથા પૌસ્ટિક આહાર લો. અઠવાડીયા દરમિયાન 30 થી 40 મિનિટ કસરત કરવી. ફેટ થી દૂર રહેવા જંક ફૂડ, ઓઇલી વસ્તુ કે મસાલેદાર ફૂડ થી દૂર રહેવું. કસરત કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે,અને ચહેરા પર ચમક આવે છે. 


આંખ ને આરામ ; 



  આંખ ને રિલિફ કરવા માટે ઠંડકની જરૂર રહે છે. માટે કકળી ની સ્લાઈસ કરી આંખ પર તેને રાખો તેનાથી આંખને ઠંડક મળસે અને આંખ હળવી બનસે, અથવા કાચા બટાટાની સ્લાઈસ નો પણ ઉપયોગ કરી શકાય. ઉપરાંત કોટન બોલ્સ ને કાચા દૂધમાં ડુબળી આંખ પર ગોઠવવા થી થાક માટે છે. 



 લેખન અને સંપાદન :
                          લેખ તમે 'thecare4life' ના માધ્યમ થી વાંચી રહયાછો. અમારો લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર , મને આશા છે કે તમને લેખ ગમ્યો હશે, તો લેખ ને  વધુમાં વધુ શેર કરો.
બસ એવુજ કઈંક જીવન જરૂરી તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણા સૌનું પ્રિય એવું 'thecare4life'પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે અવસ્ય શેર કરો.

નોંધ :  લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

આભાર 


Reactions

Post a Comment

0 Comments