ડોકટરે લખી દીધેલ દવાઓ વિષે જાણો છો. /Know about the medicines prescribed by the doctor.

ડોકટરે લખી દીધેલ દવાઓ વિષે જાણો છો. 


આપણે કોઈને કોઈ બીમારી માટે ડોક્ટર શહેબ પાસે નિદાન માટે જવું પડેછે. અને ડોક્ટર શહેબ નિદાન કરી દવાઓ લખી આપતા હોય છે. તેમની પ્રિસ્ક્રીપ્સન માં લખેલ દવાઓના નામ ફક્ત મેડિકલ વાળા અને ડોક્ટર ખુદ એમ બે લોકોજ સમજી સકતા હોય છે. આપણે ઘણી વાર એ વિચારતા હોય છીયે કે એવું તો સુ લખ્યું હોય છે. માટેજ હું તમારા માટે થોડી જાણકારી અહી રજૂ કરું છું. જેથી હવે તમે પણ થોડા ઘણા પ્રમાણ માં સમજી શકો. 

હું અહી તમને દવાઓ માટે ના થોડા કોડવર્ડ વિષે જણાવીશ. જે તમે સમજી શકો. 

ઘણી વાર આપણે જોયું હસે કે દવાના કાગળ પર ડોક્ટર શહેબ  Rx ,BT , qd, જેવુ લખતા હોય છે. તે શું છે તેનાવિશે આજ આપણે જાણીશું 

AC. આ લેટિન શબ્દ છે. ante cibum નું સંક્ષિપ્ત રૂપ છે. જેનો અર્થ 'ભોજન પહેલા' એવો થાય છે. 


Rx . આ લેટિન શબ્દ છે. recipere નું શોર્ટ ફોર્મ છે. જેનો અર્થ ' લેવું ' એવો થાય છે. 


q .  આ લેટિન શબ્દ Quaque નું શોર્ટ ફોર્મ છે. જેનો અર્થ ' પ્રત્યેક ' એવો થાય છે. 


BT . આ Bedtime નું ટૂંકું રૂપ છે. જેનો અર્થ ' સૂતી વખતે ' એવો થાય છે. 

qD  . એ લેટિન  quaque die નું ટૂંકું રૂપ છે. જેનો અર્થ ' રોજ ' એવો થાય છે.


qoD . આ લેટિન ભાષાના  quaque altera નું ટૂંકું રૂપ છે. જેનો અર્થ ' એક આંતરે ' એવો થાય છે. 


qH .  આ લેટિન ભાષાના Qua que hora નું ટૂંકું રૂપ છે. જેનો અર્થ ' દર કલાકે ' એવો થાય છે. 


BBF . આ Before Breakfast  નું ટૂંકું રૂપ છે. જેનો અર્થ 'નાસ્તો કર્યા પહેલા ' એવો થાય છે. 

S .   લેટિન ભાષાના sine શબ્દનું ટૂંકું રૂપ છે.  જેનો અર્થ ' ના વિના ' એવો થાય છે. 

c  .  આ લેટિન ભાષાના Cum નું ટૂંકું રૂપ છે. જેનો અર્થ ' ની સાથે ' એવો થાય છે. 

Sos . આનો અર્થ  ' જરૂર પડે ત્યારે ' એવો થાય છે. 

Qp . આનો અર્થ ' રોજ રાત્રે ' એવો થાય છે. 


TID . આનો અર્થ ' દિવસ માં ત્રણ વાર ' એવો થાય છે. ફુલ ફોર્મ  ter in die  એવું થાય છે. 

                 તો મિત્રો આ હતા અમુક એવા કોડ જે ડોક્ટર શાહેબ દવાના કાગળ પર અવાર નવાર લખતા હોય છે. મને આસાછે કે તમને આ વાત જાણીને આનંદ થયો હશે . આવીજ અવનવી માહિતી માટે નિયમિત બ્લોગ ની મુલાકાત લેતા રહેશો. 
આભાર



Reactions

Post a Comment

0 Comments