શું તમને પણ પગ ના તળિયામાં બળતરા થાય છે? તો જરૂર વાંચો. /Do you also have inflammation in the soles of your feet? So read on.

શું તમને પણ પગ ના તળિયામાં બળતરા થાય છે? તો જરૂર વાંચો. 


ગરમીમાં પગના તળિયામાં બળતરા થવી આમ સમસ્યા છે.
આ સમસ્યા ખાસ કરીને 30 થી 50 વર્ષ ના લોકોમા જોવા મળે છે. 
હવે આ સમસ્યા કોઈપણ ઉમરના વ્યક્તિઓમાં જોવા મળે છે. 
આજના યાંત્રિક જીવન માં સતત ભાગદોડના કારણે આ સમસ્યા ઉદભવે છે. 
ખાસ કરીને ઉનાળાની સીજનમાં વધારે આ સમસ્યા થતી હોય છે. 

    કારણ 
આ સમસ્યા માટે ઘણા કારણો જવાબદાર હોય શકે. 
પગમાં રુધિર નો પ્રવાહ ઓછો થવો.
તાંત્રિકા તંત્રમાં જો કમજોરી આવે તો પણ આ સમસ્યા ઉદભવે છે. 
પગની નશો કમજોર હોવાના કારણે પણ થાય શકે છે. 
નાસિલા દ્રવયોનું વધારે પડતું સેવન પણ જવાબદાર હોય શકે છે. 
વિટામિન બી12 ની કમી પણ હોય શકે છે. 
ઉચ્ચ રુધિર દબાણ પણ હોય શકે છે. 
ફોલિક એસિડ અને મીથાઈન કે કેલ્સિયમની ઉણપ અને એથલીટ ફૂટ્સ એ જીવાણુ કારડવાથી ઇજા અને ક્રોનીક કિડની જેવા રોગથી થઈ શકે છે. 
ગરમ પડે તેવી હેવી ડોઝની દવાનું સેવન પણ જવાબદાર હોઈશકે છે. 
સુગર નું પ્રમાણ વધવાથી પણ હોઈશકે છે. 
લાંબા સમય સુધી ઊભા રહીને કામ કરવાના લીધે પણ હોઈશકે છે. 

ઉપાયો 
1 . મસૂરની દાળ: 

                 મસૂરની દાળ પીસી તેનો પેસ્ટ બનાવી લો અને રાત્રે સૂતા સમયે તે પગમાં લગાવી દો. પગના તળિયામાં ઠંડક થયજશે. અને આરામ મળશે. 
2. આદું: 

               આદુના રસ માં થડ પ્રમાણ માં જૈતૂનનું કે નાળિયેર નું તેલ મિક્સ કરી ગરમ કરીલો. ઠંડુ થયા પછી પગના તળિયામાં 10 મિનિટ માલિશ કરો બળતરામાં ઝડપથી રાહત થશે. અથવા આદુના ટુકડાને મોમાં રાખવાથી લોહી સંચાર યોગ્ય થાય છે. તેનાથી પગની બળતરા મટે છે.

3. દૂધી : 

               દૂધીને એકદામ જીણી ખમણી લો અને આ ખમનેલ પેસ્ટ પગના તળિયામાં લગાવો રાહત મળશે. દૂધીનો રસ પીવાથી પણ રાહત મળે છે. 
4. મહેંદી : 

                મહેંદીમાં લીંબુનો રસ અથવા વિનેગર મિક્સ કરીદો અને તેને પગના તળિયા પર લગાવો ખૂબ આરામ મળશે. 
5. શુકા ધાણા : 

                શુકા ધાણા અને ખાંડને સરખા પ્રમાણમાં લઈને પીસીલો રોજ 2 ચમચી પાણી સાથે ચાર વખત લેવાથી આ સમસ્યા થી આરામ મળી જશે. 
6. એલોવેરા જેલ : 

                રાત્રે સૂતા સમયે પગના તળિયે એલોવેરા જેલ લગાવવાથી આરામ મળેછે. 
7. સિંધા લૂણ : 

                સિંધા લૂણ નામક ને થોડાક ગરમ પાણીના ટબમાં અડધો કપ નાંખી તેમાં હાથ કે પગ ડૂબાડી રાખવાથી બળતરા તથા સોજાની સમસ્યાથી રાહત મળેછે. 
8. કરેલા : 

                 કરેલાના પતાનો રસ પગના તળિયામાં લગાવવાથી બળતરા તથા સોજામાં રાહત થાય છે. અથવા કારેલાના પાનનો લેપ લગાવવાથી પણ ફેર પડે છે. 
9. લવિંગનું તેલ : 

                  લવિંગનું તેલ પગના તળિયે માલીસ કરવાથી માંસપેસીઓને આરામ મળે છે. અને બળતરા દૂર થાય છે. 
10. માખણ : 

                  માખણ અને ખાંડ ને સરખા પ્રમાણમાં મિક્સ કરી હાથ અને પગમાં લગાવવાથી બળતરા દૂર થાય છે. અને આરામ મળે છે. 
11. ઠંડુ પાણી : 

                 એક ટ્બમાં ઠંડુ પાણી ભરી તેમાં થોડી થોડી વારે થોડી મિનિટ પગ ડૂબાળી રાખવા. આવું થોડા સમય માટે કરવાથી રાહત મળેછે. ખાસ કરીને સીધો બરફનો ઉપયોગ ના કરવો . 
12. હળદર :  

          
                  એક ગ્લાસ પાણીમાં એક ચમચી હળદર મિક્સ કરી દિવસમાં એક થી બે વાર પીવાથી પગની બળતરા ઓછી થાય છે. અથવા પગ માં હળદર નો લેપ લગાવી શકાય. 
13. દેશી ઘી :

                  પગના તળિયે દેશી ઘી ની માલિસ કરવાથી બળતરામાં રાહત થાય છે. 
14. સરસવનું તેલ : 

                 સરસાવના તેલની પગના તળિયામાં માલિસ કરવાથી બાળતરામાં રાહત જણાય છે. અને તળિયાની ગરમી દૂર થાય છે. 
15. વરીયાળી : 


                 વરિયાળી નો ભુક્કો તથા લીંબુનો રસ ઠંડા પાણીમાં મિક્સ કરી લેવાથી પગના તળિયાની બળતરા તેમજ આંતર ગરમી દૂર થાય છે. 

ધ્યાન માં લેવાજેવી બાબતો 
 જો સામાની બળતરા હોય તો આટલી વાતોનુ ધ્યાન રાખવું 

પાણી તથા નાળિયેર પાણી નું સેવન વધારે કરવું. 
ગરમી કે તાપ માં વધારે બહાર જવાનું ટાળો. 
ગરમીની સિઝન માં વધારે પડતાં રસદાર ફળોનું સેવન કરો.  
દિવસ દરમિયાન તરબૂચનું સેવન કરવું રાત્રિ સમયે ટાળવું. 

ખાસકારીને જો વધારે બળતરા થતી હોય તો વહેલાસર તમારા ડોક્ટર ની મુલાકાત લો જેથી કિડની તેમજ કેન્સર ને લગતી તકલીફો ના થાય. 

 મિત્રો મારો આ લેખ તમને ગમ્યો હસે એવી મને આશા છે. આવાજ અવનવા લેખો વાંચવા માટે મારા બ્લોગને ફોલોવ કરો અને નિયમિત મુલાકાત લો. 
આભાર
                 
                 

Reactions

Post a Comment

0 Comments