શું તમે પણ થકાન અનુભવો છો . શું તમે પણ કામ ને ટાળવાના બહાના કરોછો ./Do you also feel tired? Do you also make excuses to avoid work?

શું તમે પણ થકાન અનુભવો છો . શું તમે પણ કામ ને ટાળવાના બહાના કરોછો .

થકાન



                  આજના આધુનિક યુગમાં દરેક વ્યક્તિ ને સતત ભાગ દોડ કરવી પડે છે.અને જલ્દી સાંજ પડે તેવી આશાથી કામ કરતા હોયછે .અને સાંજ પડે ત્યાંતો લોકો થાકી જતા હોઈ છે .સાંજ થતા તેમને ખુબ થાક લાગવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. બીજા કોઈ કામ કરવાનું ટાળતા હોઈ છે. તેમજ બીજી ઘણી સમસ્યા વધે છે.   
                      જો તમે પણ સાંજ પડતા થકાન અનુભવતા હોવ તો તમારા માટેજ અહીં અમે કેટલીક વસ્તુ ની જાણકારી લાવ્યા છીએ જેના સેવન થી તમારી આ સમસ્યાનું નિવારણ થઈ શકશે.જેની સાથે સાથે કબજિયાત,હૃદયની બીમારી, ડાયાબિટીસ કંટ્રોલ અને સાથે ઘણી નાની મોટી સમસ્યાઓથી રાહત મળશે. 
        

તો  ચાલો જલ્દી આપણે તેનાવિષે જાણીયે 


  1. પાલક ;     


પાલક ભાજી 

   પાલક વિષે તો તમે જાણો છો પાલક એક અત્યંત ગુણકારી ભાજી છે.જેના નિયમિત સેવન થી થકાં ની સમસ્યા દૂર થાય છે. પાલક વિટામિનથી ભરપૂર હોઈ છે,  જે શરીરને એનર્જી પુરી પડે છે.  સાથે સાથે તે સ્કિન ને લગતી સમસ્યાથી પણ રાહત અપાવે છે. પાલક બ્રેસ્ટ કેન્સર ને રોકે છે. ફેફસાની બીમારીથી પણ બચાવે છે. તેમાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ સાઉ  ઓછું હોઈ  તેથી તે ફેટ થી પણ બચાવે છે.  



 2.  કોબીજ ;  


કોબીજ  

      સાંજના સમયે ભોજનમાં કોબીજના  સલાડ કે શાકનું  સેવન કરવાથી થકાન દૂર થાય છે. આંતરડા તેમજ સ્તન કેન્સરનું જોખમ ટાળે  છે.  હોજરી માં ચાંદા મટાડે છે  તેમજ તેમાં રહેલા ફાયબરના ગુણો કબજિયાતની સમસ્યા દૂર કરે છે.

  

 3.  ફુલાવર;       


ફુલાવર 

    ઘણા લોકોને ફુલાવરની સ્મેલ થીજ એલર્જી હોઈ છે. તેને ફુલાવર નામ સાંભળતાજ મૂડ ઓફ થઈજાય છે. પરંતુ તેના ગુણ એટલાજ ફાયદા કારક છે.  શરીરમાં થતી ઘણી બીમારીઓથી લડવાનું કામ ફુલાવર કરે છે. ફુલાવર આપણા હાડકાને મજબૂત કરે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તમારે જો ફિટ રહેવું હોઈ તો ફુલાવરનું સેવન કરવાનું સારું કરી દેજો .



 4.  ગાજર;     

    
ગાજર 

 શકભાજીમાં ગાજરને ગુણો નો ભંડાર ગણવામાં આવે છે. ગાજરનું નિયમિત સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્ય સારું રહે છે અને બીમારીઓ દૂર ભાગે છે. ગાજરને કાચા પણ ખાઈ સકાય છે,તેનો સલાડ પણ બનાવી શકાય છે, તેનો જ્યુસ પણ બનાવી શકાય ,ગાજર બાફીને તેનું શાક પણ બનાવી શકાય છે. ગાજરમાં કોલેસ્ટ્રોલની માત્રા ઓછી હોઈ છે. બાળકોના વિકાસ માટે તે ખુબ જરૂરી  છે. ફેફસા, કેન્સર તેમજ સ્કિન ને લગતી સમસ્યા થી બચાવે છે. તેથી રોજ ગાજરનું સેવન કરવું જોઈએ . 



 5.  જામફળ;     

     
જામફળ 

   ફળોમાં જામફળ એટલે નાના મોટા  બધાને ભાવતું ફળ . જામફળ સ્વાસ્થ્ય માટે ખુબ સારું ફળ છે. તે હૃદયને લગતી સમસ્યાથી બચાવે છે. કબજિયાતની સમસ્યા દૂર કરે છે. ડાયાબિટીસને રોકવા માટે પણ જામફળનો  ઔશધિય રૂપે  પ્રયોગ થાય છે.  જામફળ હાડકાને મજબૂત કરે છે તેમજ તેને લગતી સમસ્યા દૂર કરે છે. તેમજ ફેટ ઘટાડવા મદદરૂપ થાય છે. જો તેનું નિયમિત રીતે સેવન કરવામાં આવે તો તે શરીરને એનર્જીથી ભરપૂર રાખે છે અને સ્વસ્થ રાખે છે.   

👆ગરમીમાં એસિડિટી અને ડિહાઈડ્રેસન ની સમ્સ્યથી છુટકારો અપાવશે આ એક ડ્રિંક.👆

આ પોસ્ટ માં જણાવેલ ઉપાયો કરવાથી તમને થકાનની સમસ્યાથી રાહત મળશે તેમજ શરીરની ઘણી નાની મોટી સમસ્યાઓથી રાહત મળશે .

લેખન અને સંપાદન :

                         આ લેખ તમે 'thecare4life' ના માધ્યમ થી વાંચી રહયાછો. અમારો આ લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર , મને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખ ને  વધુમાં વધુ શેર કરો.


બસ એવુજ કઈંક જીવન જરૂરી તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણા સૌનું પ્રિય એવું 'thecare4life'પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે અવસ્ય શેર કરો. 



નોંધ : આ લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.   
આભાર 


Reactions

Post a Comment

0 Comments