તમારા વાળની જાળવણી /Maintaining your hair

તમારા વાળની જાળવણી

વાળ 

                                સ્ત્રીઓ ની સુંદરતામાં વધારો કરવા માટે વાળ(hair) સુંદર હોવા આવશ્યક છે.ઘણી સ્ત્રીઓ જાણતી નથી હોતી કે તેના વાળ ની જાળવણી કેવી રીતે કરવી . દરેક સ્ત્રી ના વાળ અલગ અલગ હોઈ છે. માટે બધીજ સ્ત્રીઓ એકજ પ્રકારે વાળ ની માવજત નથી કરી શક્તિ . જેવા વાળ  તે પ્રમાણે તેની માવજત કરવી જરૂરી છે. તો ચલો આપણે જાણીયે જેવા વાળ તેવી શેમ્પુ કરવાની રીત.  

સામાન્ય વાળ :   

સામાન્ય વાળ 
                         સામાન્ય વાળવળી સ્ત્રીઓ ભાગ્યશાળી હોયછે,તેમને વાળની સંભાળ લેવામાં ઓછી તકલીફ હોઈ છે. આવા વાળમાટે સલ્ફેટ મુક્ત ફોર્મ્યુલા વાપરો ,જે તમામ પ્રકારના વાળને માફક આવે છે. વાળ ને પોષણ પૂરું પાડવાનું કામ કરે છે. વાળ)ને સુંવાળા બનાવે છે અને વાળનું કુદરતી તેલ દૂર કર્યા વગર વાળને છુટા પાડે છે. 

ઉપયોગી શેમ્પુ: 

                        એવું શેમ્પુ વાપરવું જેના પર લખેલું હોઈ કે ' for normal hair '  અથવા  ' for daily wash'  . તમને વધુ ફાવતું હોઈ તેવું શેમ્પુ પણ તમે વાપરી શકો .


સૂકા  વાળ :

શુકા વાળ 

                                        સૂકા અને બરડ વાળ માટે ક્રીમી અને મોઇશ્ચ્રરાઇઝ વાળા શેમ્પુ અને કંડિશનરના કોમ્બોની જરૂર પડે, જેથી વાળ ફરી બાઉન્સી અને ચમકદાર બને. આ શેમ્પુમાં પોષણદાયક ક્રિમ્સ ,તેલ અને પ્રોટીન્સથી ભરપૂર તત્વો હોવા જોઈએ . આવા વાળ રોજ ધોવા નહિ. 

ઉપયોગી શેમ્પુ:   

toni &guy smooth definition shampoo for dry hair.
dove oxygen moisture shampoo. 
BBLUNT intense moisture shampoo,for seriusly dry hair. 


પાતળા અને તૈલી વાળ :

તૈલી વાળ 
              આવા વાળ માટે તેલ વાળા શેમ્પુનો ઉપયોગ ના કરવો  અને જે તેલ ને સાફ કરે તેવા શેમ્પૂ વાપરવા .જેમાં એસ્ટ્રિજન્ટ વધારે પ્રમાણમાં હોઈ અને પેન્થેનોલ કે  વ્હીટ પ્રોટીન જેવા ઘટ્ટ બનાવે એવા તત્વો પણ વધારે પ્રમાણમાં હોઈ . 

ઉપયોગી શેમ્પુ: 

biotique bio green apple fresh daily purifying shampoo & conditioner.
L'Oreal professinnel instant clear znpt +citric acid anti dandruff shampoo. 

વાંકડિયા વાળ :

વાંકડિયા વાળ 
આવા વાળ માટે પૌષ્ટિક ,ઓછા ફીણ કરે તેવા ,સલ્ફેટ -મુક્ત શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ , જેમાં સિલિકોન્સ  અને પ્રોટીન્સ પણ હોવા જોઈએ . 

ઉપયોગી શેમ્પુ: 

vedic line silky smooth shampoo.
OXG hydrate & defrizz kukui oil shampoo


બરછટ વાળ :

બરછટ વાળ 
  બરછટ વાળ હોઈ તેને વારમ વાર વાળ ધોવા પડેછે. તેના માટે ક્રીમી સેમ્પૂ વાપરવું જોઈએ ,જેમાં નાળિયેર,ઓલિવ કે શિયા બટર ભરપૂર પ્રમાણમાં હોઈ,તેમજ વધારે મોઈશ્ચરાઈઝિંગ  કંડીશનર્સ હોઈ. જેનાથી વાળ સુવાંળા બને .

ઉપયોગી શેમ્પુ: 

OXG brazilian keratin therapy shampoo.
L'Oreal professionnel mythic oil shampoo.


clik now

કલર વાળા વાળ :

કલરિંગ  વાળ 
       કલર કે ડાઇ કરેલા વાળ ની માવજત રાખવી ખુબ જરૂરી છે  અને અઘરી પણ છે. આ વાળ ખુબ નબળા પડીગયેલ હોઈ છે. આવા વાળ રોજ ધોવા નહીં તેને એકાંતરા દિવસે ધોવા જોઈએ . તેના માટે નોર્મલ વાળ માટેનું શેમ્પુ અને પ્રોટીન વાળું શેમ્પુ વાપરી શકાય . બેબી શેમ્પુ પણ વાપરી શકાય .અને કલર વાળા વાળ માટે બજારમાં શેમ્પુ મળે છે. 

ઉપયોગી શેમ્પુ: 

L'Oreal paris colour protect shampoo. 
matrix biolage colorlast orchide color protecting  shampoo.


               આ પ્રમાણે તમારે પહેલા તમારા વાળ ક્યાં પ્રકારના છે તે ઓળખવા અને ત્યાર બાદ તેને લાગતું શેમ્પુ યુઝ કરવું જોઈએ . જેથી તમારા વાળની સલામતી જળવાઈ રહે અને વાળ સુંદર લાગે . ઉપર જણાવેલ શેમ્પુ તમારી ત્વચા ને અનુરૂપ હોઈ તોજ વાપરવા જેથી સ્કિન રીએકશન ના આવે .




લેખન અને સંપાદન :

 આ લેખ તમે 'thecare4life' ના માધ્યમ થી વાંચી રહયાછો. અમારો આ લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર , મને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખ ને  વધુમાં વધુ શેર કરો.


બસ એવુજ કઈંક જીવન જરૂરી તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણા સૌનું પ્રિય એવું 'thecare4life'પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે અવસ્ય શેર કરો.



નોંધ : આ લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

આભાર 
Reactions

Post a Comment

0 Comments