વિક્સના આવા ઉપયોગો વિશે તમે સાંભળ્યુ છે ક્યારે ?/When have you heard of such uses of Vicks?



વિક્સના આવા ઉપયોગો વિશે તમે સાંભળ્યુ છે ક્યારે

મચ્છરો દૂર કરવા :



ઘરમાં મચ્છરનું રિપેંલેંટ પૂરું થઇ ગયું  હોય તો  વિક્સનો ઉપયોગ કરી મચ્છરને દૂર ભગાવી શકાય છે . રાત્રે સૂતા પહેલા હાથપગ અને શરીરના બીજા ખૂલ્લા ભાગમાં વિક્સ લગાવો જેથી મચ્છર પાસે નહી આવે. વિક્સમાં યૂકોલિપ્ટસ તેલ,કપૂર અને ફુદીનાના તત્વ  હોય છે જે મચ્છરોને દૂર ભગાડે છે . 

 શરીર પર કાપો પડે ત્યારે ઉપયોગી:

જાણીને નવાઈ લાગશે  પરંતુ થોડા ઘા પર વિક્સ લગાવવાથી ઘા તરત જ ભરાય જશે. આ ત્વચા પાર ચેપ લાગવાથી બચાવે છે, જેનાથી ત્વચાનો ઘા ઝડપથી ભરાય છે. 




સારી ઊંઘ માટે:

 સૂતા પહેલા કપાળ ,નાક અને ગાળાના ભાગમાં વિક્સ લાગવવાથી ઉંઘ સારી આવે છે. વિક્સ લાગવાથી આ ભાગના સ્નાયુઓનું તણાવ ગુરુ થાય છે.

માથાનો દુખાવો દૂર કરે:

માથાના દુ:ખાવામા વિક્સ લગાવવાથી રાહત મળે છે. આની સ્મેલથી તણાવ દૂર થાય છે, જેથી માથાના દુ:ખાવામાં રાહત  મળે છે.  

ગંદકીથી બચાવ કરે: 

વિક્સ નો એક જબરદસ્ત ઉપયોગ છે જે  તમને પ્રાણીઓની ગંદગીથી બચાવે છે . ઘરની કોઈ જ્ગ્યાએ પ્રાણી ગંદગી કરતુ હોઈ  ત્યાં થોડું વિક્સ ઘસી દો. તેની સ્મેલથી પ્રાણીઓ તે સ્થાન પર ગંદકી કરશે નહિ . 

નખની સફાઈ: 

  નખ સાફ કરતી વખતે મેનીક્યોર પહેલાં નખ પર વિક્સ લગાવી થોડી વાર રહેવાદો .આમ કરવાથી નખ પર ચેપ લાગતો નથી. 

આનો ઉપયોગ બાળકોથી લઈને વૃદ્ધ પણ કરી શકે છે . વિક્સ વેપોરબના ઉપાયો માત્ર અહીં સુધી સીમિત નથી. તેના બીજા પણ કેટલાક ઉપાયો છે જેના પ્રયોગથી મોટાભાગની સ્કિન સાથે જોડાયેલ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે. તો ચાલો જાણીયે વીક્સના બીજા અસરકારક ઉપાયો 

ડ્રાઈ સ્કિન: 

 ડ્રાઈ સ્કિન માટે વિક્સ વેપોરબ બેસ્ટ મોઈસ્ચરાઈઝરનુ કામ કરે છે. તમારી ડ્રાઈ સ્કિન પર તેને પ્રયોગ  કરી શકાય . 


માથાનો દુઃખાવો :



               વિક્સ વેપોરબને નાકની નીચેના ભાગમાં લગાવો અને ઊંડો શ્વાસ લો. તેમા રહેલ મેંથૉલ તત્વથી માથાના દુખાવામાં આરામ મળે છે. 


સ્ટ્રેચ માર્ક :

તમે સ્ટ્રેચ માર્ક પર વિક્સ વેપોરબ લગાવી શકો છો . નિયમિત રીતે આવુ કરવાથી તમને બે અઠવાડિયામાં પરિણામ જોવા મળશે. 




પગની એડી :

રાત્રે તમારી એંડી પર વ્યવસ્થિત વેપોરબ લગાવો. ત્યારબાદ સુતરાવ મોજા પહેરી લો. સવારે ગરમ પાણીથી તમારા પગ ધોઈ લો . હવે એડી પર રહેલ નરમ ત્વચાને ખરબચડા પત્થર વડે દૂર કરો .જેનાથી  તમારી એડિયો વધુ મુલાયમ અને સુંદર લાગશે .

ખીલ માટે : 

ખીલ દૂર કરવા માટે વિક્સનો ઉપયોગ કરી શકાય છે.  દિવસમાં ચાર-પાંચ વાર ખીલ પર લગાવો. તેનાથી ખીલની સમસ્યા દૂર થશે. 

રૂમ ફ્રેશનર :

રૂમ ફ્રેશનર અને માખી મચ્છરને દૂર ભગાડવા માટે સૌથી બેસ્ટ રીત છે કે તમે વિક્સની ડબ્બી ખોલીને થોડી વાર માટે મુકી દો. આ તરત અસર બતાવે છે. 

               તો મિત્રો વીક્સના આ ઉપાય વિષે જાણીને તમને આનંદ થયો હશે એવી મને આશા છે. અને તમને આ લેખ કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો . નીચે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી મને જણાવજો જેથી હું મારી આવનારી નવી પોસ્ટમાં વધુ સારીરીતે માહિતી તમને જણાવી શકું .



 લેખન અને સંપાદન :

                       
                      આ લેખ તમે 'thecare4life' ના માધ્યમ થી વાંચી રહયાછો. અમારો આ લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર , મને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખ ને  વધુમાં વધુ શેર કરો.
બસ એવુજ કઈંક જીવન જરૂરી તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણા સૌનું પ્રિય એવું 'thecare4life' પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે અવસ્ય શેર કરો.

 નોંધ : આ લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
                                               
                                                   આભાર  


Reactions

Post a Comment

0 Comments