તુલસીના પાનના ફાયદા / The benefits of basil leaves

 તુલસીના પાનના ફાયદા

તુલસી 

    હિન્દુ ધર્મમાં તુલસીની પૂજા કરવામાં આવે છે.તુલસી નો ઉપયોગ લોકો વિવિધ રોગોનાઉપચાર આદિકાળથી કરતા આવ્યા છે.અને તુલસીને માતા તુલ્ય ગણવામાં આવેછે.તુલસીમાં રહેલ એંટીઓક્સીડેટ્સ જેવા ન્યૂટ્રિએંટ્સ અનેક હેલ્થ પ્રોબ્લેમથી બચાવે છે. 

તુલસીમાં રહેલ તત્વો : 

 100 ગ્રામ તુલસીમાં 22 કેલોરી,0.6 g ફૈટ,4 mg સોડિયમ,295 mg પોટેશિયમ, 2.7 g કાર્બોહાઈડ્રેટ,1.6 g ડાયટરી ફાઈબર,0.3 g શુગર,3.2 g પ્રોટીન,105% વિટામિન એ,30% વિટામિન સી,17% આયરન,1% વિટામિન B-6 અને 16% મેગ્નેશિયમ હોય છે.  



તુલસીના ફાયદા: 



તાવને દૂર કરે:

તુલસીના પાન,આદુ અને મુલેઠીને વાટીને મધ સાથે લો.તેનાથી તાવમાં રાહત મળશે.આ ઉપરાંત શરદી-ખાંસી દૂર કરવા માટે તેના પાનને આદુ સાથે ચાવવા અથવા તેની ચા બનાવીને પીવો. 

અનિયમિત પીરિયડ્સ: 

મોટાભાગે મહિલાઓમાં પીરિયડ્સમાં અનિયમિતતાની તકલીફ જોવા મળે છે.તેના માટે 10 ગ્રામ તુલસીના બીજને પાણીમાં ઉકાળીલો અને રોજ સવારે તેનું સેવન કરવું.તેનાથી તમારી અનિયમિત પીરિયડ્સની તકલીફ માંથી છુટકારો મળશે.  


તનાવ ને દૂર કરે: 

જે લોકો આખો દિવસ તણાવ અનુભવતા હોય છે,તેઓ રોજ તુલસીના 10-12 પાનનુ સેવન કરો.તેનાથી તમને તનાવ સામે લડવાની શક્તિ મળશે. 

આંખોની રોશની વધારે:  



તુલસીમાં  વિટામિન એ અને અન્ય પોષક તત્વો રહેલા હોઈ છે.માટે તુલસીના નિયમિત  સેવનથી આંખોની રોશની વધે છે.જો આંખોમાં બળતરા થતી હોય તો તુલસીનો અર્ક પીવો લાભ દાયક છે. 



શ્વાસની તકલીફ:  



 શ્વાસ ને લગતી સમસ્યાઓ માટે પણ તુલસી એક શ્રેષ્ઠ દવા છે.મઘ, આદુ અને તુલસીને મિક્સ કરીને કાઢો બનાવો અને નિયમિત તેનું સેવન કરો.આ ઉપરાંત 2-4 તુલસીના પાનનુ રોજ સેવન કરવાથી શ્વાસમાં આવતી દુર્ગંધ દૂર થાય છે. 


કેંસરથી બચાવે: 



 ઘણા  સંશોધનમાં તુલસીના બીજ કેન્સરની સારવાર માટે મદદરૂપ બતાવ્યા છે.રોજ તેનું સેવન શરીરમાં કેંસર સેલ્સને વધાતા અટકાવે છે.તમે પણ તેનો  તમારી જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરી શકો છો. 


પથરીની સમસ્યા: 



 જે લોકોને  કિડનીની પથરીની સમસ્યા છે,તે લોકોએ તુલસીના પાનને ઉકાળીને તેનો અર્ક બનાવો અને તેમા મધ મિક્સ કરીને નિયમિત 6 મહિના સુધી તેનુ સેવન કરવું જોઈએ.તેનાથી પથરી યૂરીનમાર્ગ દ્વારા બહાર નીકળી જશે. 



 ત્વચામાં નિખાર લાવે છે:  



 તુલસી અને લીંબૂનો રસ બરાબર માત્રામાં મિક્સ કરો અને ચેહરા પર લગાવો.તેનાથી કરચલીઓ અને ફોલ્લીઓ દૂર થઈ જશે.સાથે જ ચેહરાની રંગતમાં નિખાર આવશે. 



ખીલની સમસ્યાથી રાહત:

તુલસી અને લીમડાના10-12  પાનને વાટી લો.પછી તેમા અડધી ચમચી ચંદન પાવડર અને 2 ચમચી ગુલાબજળ મિક્સ કરો.તેને ચેહરા પર ઓછામાં ઓછા 20 મિનિટ લગાવ્યા પછી તાજા પાણીથી સાફ કરી લો.તેનાથી ખીલ ની સમસ્યાથી છુટકારો મળશે . 


વાળ માટે વરદાન:  



તુલસી વાળ ની સમસ્યામાં પણ ગુણકારી છે.તુલસીના થોડા પાનને વાટીને નારિયળ અને ઓલિવ ઓઈલ મિક્સ કરીને સ્કૈલ્પ પર લગાવો.આ ઉપાય અઠવાડિયામાં બે વખત કરવથી માથાના વાળ મજબૂત બનશે તેમજ વાળ ચમકીલા બનશે અને સાથે સાથે ખોળાની સમસ્યા પણ દૂર થાય છે.  


લેખન અને સંપાદન:

                          લેખ તમે 'thecare4life' ના માધ્યમ થી વાંચી રહયાછો. અમારો લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર , મને આશા છે કે તમને લેખ ગમ્યો હશે, તો લેખ ને  વધુમાં વધુ શેર કરો.

 બસ એવુજ કઈંક જીવન જરૂરી તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણા સૌનું પ્રિય એવું 'thecare4life'પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે અવસ્ય શેર કરો.



નોંધ :  લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

આભાર 

Reactions

Post a Comment

1 Comments