શું તમારે વજન ઘટાડવું છે? તો રોજ આટલું કરો . / Do you want to lose weight? So do this every day.

શું તમારે વજન ઘટાડવું  છે? તો રોજ આટલું  કરો . 🌳 



આજકાલ બેઠાડું જીવનને કારણે તથા જંકફૂડ વધુ માત્રામાં ખાવાને કારણે વજન વધી જાય છે.વજન એકવાર વધી જાય પછી તેને ઉતારવામાં આંખે પાણી આવી જાય છે . લાખ પ્રયત્ન છતાં ફળ મળતું નથી .
આટલું જ નહીં વજન ઉતાર્યા બાદ ફરી વજન વધી ના જાય તે વાત લોઢાના ચણા ચાવવા જેટલી અઘરી છે.
તો વાચકમિત્રો આજે આપણે વધેલું વજન કેવી રીતે ઘટાડવું તે અંગે વાત કરીશું.

  • સામાન્ય રીતે ગુજરાતી સ્ત્રીઓને પેટ તથા હિપ્સના ભાગે ચરબી વધું હોય છે અને ગુજરાતી પુરુષોને પણ ફાંદ વધુ હોય છે. તો સૌ પહેલાં રોજ સવારે ઊઠીને હુંફાળા પાણીમાં લીબું નીચોવીને પીવું. આ પાણી પીધા બાદ જ બ્રશ કરવું . આ પાણી વજન વધેલુ હોય કે ઘટેલું હોય તો પણ આજીવન પીવું ફાયદાકારક છે. મધ હુફાળાં પાણીમાં નાખવુ નહીં, કારણ કે ગરમ પાણીમાં મધ નાખવાથી તે ઝેર બની જાય છે.

  • ત્યારબાદ અડધો કલાક પછી ડ્રાય ફ્રૂટ્સ અથવા એક ફ્રૂટ્સ ખાઈ લેવું.

  • એના દોઢ કલાક બાદ સૂપ અથવા તો કોઈ પણ નાસ્તો જેમ કે પૌંઆ,ઉપમા ખાવા.

 અહીંયા એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે કોઈ પણ વસ્તુ ઓછા તેલમાં બનાવવી.
  • લંચમાં દાળ-ભાત-શાક અથવા તો શાક-રોટલી આ રીતે પસંદગી કરવી. ભૂલથી પણ દાળ-ભાત-રોટલી-શાક ખાવા નહીં. જો આ રીતે જમવામાં આવે તો તમારું વજન ચોક્કસથી વધી શકે છે. જમતા પહેલાં અથવા તો જમવાની સાથે સલાડ ખાવાનું ભૂલવુ નહીં. જમતી વખતે ક્યારેય પાણી પીવું નહીં. જમવામાં દહીં અચૂકથી લો.

  • જમ્યાના અડધો કલાક બાદ મોળી (ખટાસ ન હોઈ તેવી )  છાશ પીવી.

  • લંચના બે કલાક બાદ ગ્રીન ટી પીવી. જો ગ્રીન ટી ના પીવી હોય તો હુંફાળાં પાણીમાં લીબું નાખીને પી જવું.
  • છ વાગ્યાની આસપાસ ખાખરા કે ચણા ખાવા. જો આ બંને વસ્તુ ઘરમાં ના હોય તો સિઝનલ ફ્રૂટ અથવા ડ્રાય ફ્રૂટ્સ ખાઈ લેવું.

  • નોકરી કરતા હોવ ને ઘરે મોડા આવતા હોય તો ડિનરમાં હંમેશાં સૂપ અથવા ખિચડી-દૂધ જ લેવું. આ ઉપરાંત અલગ-અલગ જાતના ઘરે બનાવેલા મૂઠિયા, ઢોકળા કે ઈડલી-સાંભાર લઈ શકાય. ધ્યાનમાં રાખવું કે તેલનો ઓછો ઉપયોગ કરવો.

  • રાત્રે સૂતી વખતે હૂંફાળું પાણી પીને સૂઈ જઉં.

  • જો તમને સમય મળે તો દિવસમાં ઓછામાં ઓછું 30-40 મિનિટ ચાલો. જો ચાલવાનો સમય ના મળતો હોય તો સીડી ચઢ-ઉતર કરો.

  • ઓફિસમાં બેઠાં પેટની કસરતો કરવી, જેમ કે થોડીક સેકન્ડ પેટ અંદર ખેંચીને રાખવું. પછી શ્વાસ ધીમે ધીમે છોડવો. આવું ઓફિસમાં દર અડધો કલાકે પાંચથી છ વાર કરવું
  • ઘરમાં સવારે પ્રાણાયમ કરવાથી પણ ફાયદો થશે. આ ઉપરાંત આખો દિવસ બને તેટલુ હૂંફાળું પાણી પીવું.
  • જ્યારે તમે જંકફૂડ ખાવ અથવા તો બહારનું જમો તો તે દિવસે એક ટાઈમનું ભોજન સ્કિપ કરીને તે સમયે માત્ર ફ્રૂટસ લેવાનું રાખો. એટલે કે તમારે કેલરી મેઈન્ટેઈન થઈ જશે અથવા તો બીજા દિવસે માત્ર ફ્રૂટ્સ, સૂપ જ લો. આમ કરવાથી વજન બિલકુલ નહીં વધે તે નક્કી છે.


 લેખન અને સંપાદન :
                         આ લેખ તમે 'thecare4life' ના માધ્યમ થી વાંચી રહયાછો. અમારો આ લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર , મને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખ ને  વધુમાં વધુ શેર કરો.


બસ એવુજ કઈંક જીવન જરૂરી તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણા સૌનું પ્રિય એવું 'thecare4life'પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે અવસ્ય શેર કરો.



નોંધ : આ લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

આભાર 

Reactions

Post a Comment

0 Comments