પ્રેગનેંટ મહિલાઓ ની સમસ્યા

 પ્રેગનેંટ મહિલાઓ ના પ્રશ્નો અને તેના જવાબો 


pragnancy
 

પ્રશ્ન . 1.  મારે ત્રણ મહિના પૂરા થવાના છે તો મારે શું શું ખાવું જોઈએ ?

જવાબ :  તમારે હેલ્ધી ફૂડ ખાવું જોઈએ ,ખાવામાં પ્રોટીન વાળો ખોરાક વધારે લો , કેલ્સિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં લેવું જોઈએ , રોજ બે વખત નારિયળ પાણી પી શકો . મિલ્ક તેમજ મિલ્ક પ્રોડક્ટ વધારે લો , ગરમ પડે એવું વસ્તુ બને ત્યાં શુદ્ધિ ના લો જેમકે પપૈયાં , રતાળુ , હિંગ, સુરણ . સિઝનલ દરેક ફ્રૂટ ખાઈ શકો છો. રાત્રે મોડા જમવાની ટેવ છોડો ,વહેલા જમવાની ટેવ પળો .રાત્રે ભૂખ લાગે તો મિલ્ક અને ફ્રૂટ લઈ શકો છો. તેમજ તમારા ડોક્ટર ની સલાહ લઈ ટ્રેઇનર ની દેખરેખ માં યોગા કરો જે ખુબજ લાભદાયક રહેશે. 

પ્રશ્ન . 2 .  ટ્વીન બેબી છે તો ખાવા પીવા માં શું ધ્યાન રાખવું અને કેવી કસરત કરવી ? 

જવાબ :  જોડિયા બાળકો હોય તો પ્રગ્નેન્સી દરમિયાન તમારે વધુ ઊઠબેસ કરવી ,વાંકા વાળીને કામ કરવું , વજન ઉપડવો , દાદર ચડ-ઉતાર કરવા , વધુ સમય સુધી ઊભા રહેવું તેવા કામ ખાશ કરીને ના કરવા. સમયસર પૂરતી ઊંઘ લેવી , આરામ કરવો , ખોરાક માં પ્રવાહી વધારે લેવા , લીલા પાંદડા વાળા શાક ભાજી વધુ લેવા , ડ્રાયફૃટ, ડાહી દૂધ છાસ માખણ સોયાપનીર સોયામિલ્ક  વગેરે લેતા રહેવું . તે ઉપરાંત મન શાંત રાખવું , પોસિટિવ થિંકિંગ રાખવું , સારું વાંચન કરવું , મ્યુજિક સાંભળવું , જેની તમારા આવનાર બાળક પર સારી અસર પડશે. 

પ્રશ્ન 3.  એક મહિનો ને 10 દિવસ ચડી ગયા છે અને આજે થોડું બ્લીડિંગ થાય છે તો શું મારે પ્રેગ્નેન્સી હસે ક નહીં ? 

જવાબ :  બ્લીડિંગ થવું તે સારું નથી માટે તમે તમારા ડોક્ટર ની સલાહ લો , આરામ કરો ,વજન ના ઉપશો , ગરમ પડે તેવી વસ્તુ ના લો  એમકે પપૈયું ,રતાળુ , બ્રિંજળ , સૂર , હિંગ, સરગવો વગેરે ના લેવા . ડોક્ટર કહે તે પ્રમાણે દવા ચાલુ કરીદો અને આરામ કરો , ટેન્શન ના લો , વધારે પાણી પીવું વગેરે બાબતો નું ધ્યાન રાખવું . 

પ્રશ્ન .4 .  પ્રેગ્નેન્સી દરમિયાન યોનિ માર્ગ માઠી ભૂરું પ્રવાહી નીકળે છે . તો ડરવાની જરૂર છે ક નહીં તે જણાવો ? 

જવાબ :  પ્રેગ્નેન્સી દરમિયા ચીકસ વાળું પ્રવાહી નીકળવું એ સામાની વાત છે તેનાથી ડરવાની જરૂર નથી . પણ જો બ્લડ આવા લાગે તો ડરવાની જરૂર છે.બાકી કોઈ ડરવાની જરૂર નથી અને પૂરતો આરામ લેવો ,મગજ સાંત રાખવો ,સમય સાર ભોજન લેવું ,સ્વાસ્થ્ય ની કાળજી રાખવી જરૂરી છે. 

પ્રશ્ન .5 . હું ગર્ભાવસ્થા દરમિયાન બાફેલા કાબુલી ચણા ખાઈ શકું ક નહીં ? 

જવાબ :  હ તમે ખાઈ શકો છો પરંતુ તેનો અતિરેક કરવો નહીં અને તે તમારે તે સવારમાજ ખાવા જોઈએ તેમાથી તેમાથી તમને સારા પ્રમાણમાં પ્રોટીન મળી રહેશે પરંતુ તેનાથી ગેસની સમસ્યા થાય છે તો તમારે આ વાતની પણ કાળજી લેવી આવશ્યક છે. તમારે બીજો હેલ્ધી ખોરાક પણ લેવો જોઈએ અને દર બે કલાકે ખાતા રહેવું જોઈએ જેથી તમારા બાળક ને પૂરતું પોષણ મળી રહે . રોજ પ્રાણાયામ કરવા જરૂરી છે અને પચવામાં ભારે હોય તેવો ખોરાક ના લેવો જોઈએ . 

       નમસ્કાર     મને આશા છે કે તમને આ માહિતી ગમી હસે અને આવીજ બીજી માહિતી માટે મને ફોલો કરો અને નિયમિત મારા બ્લોગા ની મુલાકાત લો અને તમારી પાસે પીએન જો કોઈ પ્રગ્નેન્સી ને લગતા કોઈ પ્રશ્નો હોય તો તમે મને કોમેન્ટ માં જણાવો અને હું બને તેટલો જલ્દી થી જવાબ આપવાનો પ્રયત્ન કરીશ . 
 
લેખન અને સંપાદન :
                         આ લેખ તમે 'thecare4life' ના માધ્યમ થી વાંચી રહયાછો. અમારો આ લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર મને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશેતો આ લેખ ને  વધુમાં વધુ શેર કરો.


બસ એવુજ કઈંક જીવન જરૂરી તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણા સૌનું પ્રિય એવું 'thecare4life'પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે અવસ્ય શેર કરો.



નોંધ : આ લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

આભાર 
Reactions

Post a Comment

0 Comments