શું તમને ખબર છે! રોટલી કેટલી ખાવી જોઈએ? /Did you know How much bread should I eat?

શું તમને ખબર છે! રોટલી કેટલી ખાવી જોઈએ?



હા હા રોટલી. આપણે રોજ ખાતા હોઈએ છીએ પણ શું આપણે તેના વિષે જાણીએ છીએ ? રોટલી ક્યારે ખાવી ક્યારે ન ખાવી ,કેટલી  ખાવી કેટલી ન ખાવી. 
નથી જાણતા ને?
માટેજ તમારા માટે આ માહિતી અહી જણાવી રહ્યો છું.
તમને કદાચ ખબર નહીં હોય કે રોટલી માં સારા એવા પ્રમાણ માં કાર્બોહાઈડ્રેટ રહેલા હોય છે. 
ઘણી વખત લોકો વજન ઘટાડવા માટે ડાયેટ કરતાં હોય છે. અને ડાયેટ વખતે તે ખાવામાં અમુક વસ્તુ ઓછી કરીનાખે છે. તેમાં વધારે પડતાં લોકો રોટલી ઓછી ખાવા લાગે છે,પણ તમે ક્યારેય વિચાર્યું કે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ કે, કેટલી ન ખાવી જોઈએ. 
તો ચાલો આપણે જાણીએ. 
રોટલી માં વજન ઘટાડવા માટે જરૂરી પોષકતત્વો. 


              લોકોના ઘરે બનતી રોટલીમાં માત્ર કાર્બોહાઈડ્રેટજ નહીં પરંતુ પ્રોટીન અને ફાઈબર પણ હોય છે. જે વજન ઉતારવા માટે જરૂરી હોય છે. જો રોટલી ની સાઈજ ૬ ઇંચ હોય તો તેમાં ૧૫ ગ્રામ જેટલું કાર્બોહાઈડ્રેટ અને ૩ ગ્રામ પ્રોટીન અને ૦.૪ ગ્રામ ફાઈબર હોય છે. 
હેલ્થ માટે રોટલીનું સેવન જરૂર.  

              હેલ્ધી રહેવા માટે આપણે જાણવું જોઈએ કે આપના સરીર મુજબ આપણે એક દિવસમાં કેટલું કાર્બોહાઈડ્રેટ લેવું જોઈએ અને કેટલું નહીં. દા.ત  તમારે ૭૫ ગ્રામ કર્બ્સ તમારે રોટલી દ્વારા મેળવવું છે તો તમારે ૧થી ૫ રોટલી ખાવી જોઈએ. પણ એવી ઘણી વસ્તુ છે જેમથી આપણાં સરીરને કર્બ્સ પૂરા પડેછે. માટે કઈ વસ્તુ માથી કેટલો કર્બ્સ મેળવ્યો તે ધ્યાનમાં લેવું જોઈએ. 
સાંજના સમયે રોટલી નું સેવન ઓછું કરવું. 

               સ્વસ્થ રહેવા માટે જરૂરી છે કે લોકોએ સાંજના સમય પછી કાર્બોહાઈડ્રેટ ધરાવતા પદાર્થોનું સેવન ઓછું કરવું જોઈએ. હેલ્થ એક્સપર્ટ પણ આ વાત માને છે. સાકી હોય ત્યાસુધી રોટલીનું સેવન દિવસેજ કરવું. સાંજે ૪ વાગ્યા પછી બને ત્યાસુધી ઓછી ખાવી અને કાર્બોહાઈડ્રેટનું સેવન ઘટાડ્વું.
કાર્બોહાઈડ્રેટ શરીરની જરૂરિયત મુજબ લેવું. 


                 એક્સ્પર્ટોનું એવું માનવું છે કે રોટલી ખાવામાં કોઈ લિમિટ નથી પરંતુ તમારે દિવસમાં કેટલી રોટલી ખાવી એ તમારા શરીરને ધ્યાને લઈને તમારે કેટલા કાર્બોહાઈડ્રેટની જરૂર છે એ પ્રમાણે સેવન કરવું. જો તમારે કાર્બોહાઈડ્રેટ ની જરૂર ન હોય તો સાંજ ના સમય પછી તેવા પદાર્થોનું સેવન ટાળવું જોઈએ.
              મિત્રો શું તમે આ બાબત જાણતા હતા? જો નહીં જાણતા હોવ તો તમને જાણીને ગમ્યું હશે. અને હવેથી તમે પણ ભોજન પર ધ્યાન આપશો એવી મને આશા છે. 
આભાર

Reactions

Post a Comment

0 Comments