શું તમે કોરોનાથી બચવા માંગોછો? /Do you want to escape from Corona?

શું તમે કોરોના વાઇરસથી બચવા માંગો છો? 



                      નમસ્કાર મિત્રો હાલ કોરોના વાઇરસ દરેક વ્યક્તિ ની ચિંતા નો વિષય બન્યો છે. અને દરેક વ્યક્તિ ના મુખમાં, મનમાં સતત ચિંતા હોય છે કે ક્યાક આપણે પણ આ વાઇરસ ના શિકાર ના બનીએ. માટે તમારી આ ચિંતા ને દૂર કરવા માટે હું આ માહિતી જણાવી રહ્યો છું.

     હાલ તમે જોતાં હશો કે દરેક વ્યક્તિ ના મોબાઇલ માં કોઈ ને કોઈ કોરોના ને લગતી અફવાઓ ફેલાવી રહ્યા હોય છે, કોરોના થવા પાછડ ના જુદા જુદા કારણ બતાવતા હોય છે. જેનાથી આપણે ભ્રમિત થાઇ ને ચિંતા તુંર બનીએ છીયે. પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે કોરોનથી બચી શકો છો. હાલ કોરોના વાઇરસ થી નિજાત મેળવવા વિશ્વના વૈજ્ઞાનિકો પ્રયત્નો કરી રહ્યા છે. અને જલ્દીથી એની કોઈ રસી શોધાઈજસે અને આ રોગના ભોગ બનેલ વ્યક્તિ સ્વસ્થ થઈ શકશે. 

                 હાલ ભારત માં આ વાઇરસ નું પ્રમાણ ઘણું ઓછું છે માટે ચિંતા કરવા ની કોઈ જરૂર નથી, પરંતુ થોડી સાવધાની રાખવા ની અવસ્ય જરૂર છે. જેનાથી તમે પોતાને કોરોના મુક્ત રાખી સકો. અને ગુજરાત માં  તા 15/03/2020 સુધી કોઈ પોજીટીવ કેશ નોંધાયો નથી માટે ગુજરાત ની પબ્લિકે કોઈ પણ પ્રકાર ની ચિંતા કરવાની જરૂર નથી.પરંતુ સાવધાનીની જરૂર છે.
                       

કોરોના થી બચવા માટેના કેટલાક ઉપાય 
 1.     સક્ય હોય ત્યાંસુધી બહારગામ જવાનું ટાળવું.
 2.     બીજા રાજયમથી કે બહાર ગામથી આવેલા વ્યક્તિ કે મિત્રો સાથે થોડી સાવચેતી રાખવી. 
 3.     હાથ મિલાવવા ની જગ્યાએ નમસ્તે દ્વારા અભિવાદન કરવું. 
 4.     સાબુ કે સેનેટાઇઝર વડે હાથ ધોવા. 
 5.     શરદી વળી વ્યક્તિએ જાહેરમાં કફ કાઢવો કે થૂંકવું નહીં. 
 6.     ઉધરસ કે છીંક રૂમાલ, શર્ટ ની બાઈ ,સડી નો પાલવ વગેરેનો ઉપયોગ કરી ખાવી. 
 7.     ભૂખ્યા પેટે બહાર જવું નહીં.
 8.     પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવું.
 9.     નિયામીત યોગ અને વ્યાયામ કરવો. 
 10.    પૂરતો આરામ લેવો. 
 11.    પૌસ્ટિક આહાર લેવો. 
 12.    સિનિયર સીટીઝન વ્યક્તિએ વધારે કાળજી લેવી. ખાસ કરીને જેમને ડાયાબિટીસ,હાઇપરટેન્શન, અસ્થમા હોય તેમણે બને ત્યાસુધી ઘરમાં રહેવાનો આગ્રહ રાખવો. 
 13.    કોઈ પણ સંક્રમિત વ્યક્તિઓએ અન્ય લોકોના સંપર્કમાં ન આવવું. 
 14.    નિયમિત સાબુ અથવા પાણી થી વ્યવસ્થિત હાથ ધોવા. 
 15.    અન્ય વ્યક્તિને તાવ, શરદી ખાંસી હોય તો તેનાથી સુરક્ષિત અંતર રાખવું. 
 16.    રોગના લક્ષણ જણાય તો 14 દિવસ માટે અલગ રૂમમાં રહેવું. 
 17.    ભીડભાડ વાળી જ્ગ્યાએ જવું નહીં. 
 18.    ગમે ત્યાં થૂંકવું નહીં. 
 19.    ઉધરસ કે છીંક ખુલ્લી હથેળીમાં ખાવી નહીં. 
 20.    બહાર જવું અનિવાર્ય હોય તો ઉપર જણાવેલ બાબતો નું ખાસ ધ્યાન રાખવું અને નાક અને મોઢું ઢકાય તેવું માસ્ક પહેરવું ચૂકસો નહીં. 
 21.    તમારા કપડાં ને રોજ વ્યવસ્થિત ધોવા. 
 22.   કપડાં સુખાવવા માટે વોસિંગ્મસીન ની જ્ગ્યાયે તળકે સુકવવાનું પસંદ કરો અને બને ત્યાં સુધી કપડાને પ્રેસ કરો. 

                 તો મિત્રો આ હતા કોરોના વાઇરસ થી બચવા માટેના થોડા ઉપાયો જેને અવસ્ય ધ્યાનમાં લેવા અને તમારા પરિવાર અને મિત્રો ને પણ આ બાબતોનું ધ્યાન રાખવા જણાવો. જેથી કરી કોઈ આ વાઇરસનો સિકાર ના બને. ખૂસ રહો સ્વસ્થ રહો.
                 ખાસ કરીને સોસિયલમીડિયામાં આવતી જૂઠી અફવાઓથી સાવચેત રહો અને ભય મુક્ત રહો.
આભાર
Reactions

Post a Comment

0 Comments