કોરોના વાઇરસ ના લક્ષણો /Symptoms of corona virus

કોરોના વાઇરસ ના લક્ષણો 



                ચીન થી સરું થયેલો કોરોના વાઇરસ વિશ્વના અનેક દેશોમાં ફેલાયો છે. ત્યારે શું છે આ કોરોના વાઇરસ તેના પર નજર નાંખીએ તો આ એક સાર્સ કેટેગરીનો વરસ છે. વૈજ્ઞાનીકો એ આને ન્યુ કોરોના કે નોવેલ કોરોના વાયરસ નામ આપ્યું છે. 

કોરોના વાયરસના લક્ષણો 

            કોરોના વાઇરસના સરુવતી લક્ષણો તો સામાન્ય છે. પરંતુ આ વાઇરસ ઘાતક નીવડી શકે છે. માટે તેના લક્ષણો પર ધ્યાન આપવું અત્યંત આવસ્યક છે. માટે સામાન્ય શરદી,ખાંસી ,તાવ અને કોરોના વાઇરસના સંકરમણથી થતાં શરદી,ખાંસી,તાવ માં શું ફેરફાર છે તે સમજવું જરૂરી છે. 
       

  1. 


                    ગળામાં દુખાવો, શરદી, સૂકી ઉધરસ અને કફ આવવો આ કોરોના વાઇરસની સરુવાતી અસરો છે. જે સામાન્ય છે. જેનાથી કોરોના થયો છે તેવું સ્પસ્ટ કહી ના શકાય. કદાચ વાઇરલ ઇન્ફેકસન પણ હોય શકે. 

   2. 


                   ગળામાં વધારે દુખાવો થવો, તાવ આવવો આ બીજા તબ્બ્કાના લક્ષણો છે. જો દર્દી ને વધારે પડતો ગળામાં દુખાવો થતો હોય અને સામાન્ય કરતાં વધારે તાવ હોય તો ચેતી જવું. 

  3. 

                   
સંક્રમણ ના ૨ થી ૧૪ દિવસ વચ્ચે સ્નાયુઑ માં દુખાવો થવો સ્વાસ લેવામાં તકલીફ થવી અને તાવ વધવો ન્યુમોનિયાનું સ્વરૂપ લેછે. 

   4. 


                     કિડની સાથે જોડાયેલી તમામ સમસ્યામાં વધારો થાય છે. 

   5. 



                      ફેફસામાં વાઇરસ ફેલાયા બાદ દર્દી ની હાલત ખૂબ ગંભીર બને છે. 
          આ સાથે અન્ય નવા લક્ષણો પણ શામેલ કરવામાં આવ્યા છે. જે જર્મનીના એક્સપર્ટોએ જણાવ્યા છે. 

   6. 


                    
દર્દી ની સૂંઘવાની અને સ્વાદ પરખવાની ક્ષમતા ખરાબ થઈજાય છે. આ લક્ષણ ૬૬ ટકા દર્દીઑ માં જોવા મળ્યા હતા. 
  
7. 



                    ડાયરિયાની અસર પણ થઈ શકે છે. આ લક્ષણ કોરોનના ૩૦ ટકા દર્દીઓમાં જોવા મળ્યા છે. 
  
8.  



                  

                      ક્યારેક આવા દર્દીઓને એક કે બે દિવસ ઉલ્ટી પણ આવે છે. અથવા ડાયરીયાનો અનુભવ થાય છે. 
            
                    આ હતા કોરોના વાઇરસ ના લક્ષણો. મિત્રો બને ત્યાં સુધી ઘરની બહાર જરૂરી કામ સિવાય જવાનું ટાળવું. જો કોઈ વ્યક્તિને આવા લક્ષણો જણાય તો ડર્યા વગર ડોક્ટર શહેબની મુલાકાત લો જેનાથી દર્દી ને વહેલા સારવાર મળી રહે અને દર્દી જલ્દીથી સ્વસ્થ થાય. 
              તો મિત્રો મને આશા છે કે તમે તમારી સંપૂર્ણ કાળજી રાખશો. સ્વસ્થ રહો ખુશ રહો. 

ફોટો ઉપર ક્લિક કરો 

 લેખન અને સંપાદન :

                         આ લેખ તમે 'thecare4life' ના માધ્યમ થી વાંચી રહયાછો. અમારો આ લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર , મને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખ ને  વધુમાં વધુ શેર કરો.


બસ એવુજ કઈંક જીવન જરૂરી તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણા સૌનું પ્રિય એવું 'thecare4life'પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે અવસ્ય શેર કરો. 



નોંધ : આ લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
         
આભાર
Reactions

Post a Comment

0 Comments