શું કેરીની ગોટલી પણ આટલી ઉપયોગી ? /Is Carrie's seed so useful?

શું કેરીની ગોટલી પણ આટલી ઉપયોગી ? 


             અરે હા !  તમે પણ જાણી ને એમજ કહેશો કે કેરીની ગોટલી પણ આટલી ઉપયોગી છે. ઉનાળાની સીઝન હોઈ અને ઘરમાં કેરી ના હોઈ એવું બનેજ નહિ. ગરીબ થી મંડી ને આમિર લોકો પણ ઉનાળાની સીઝન આવે એટલે કેરી તો ઘરમાં લાવેજ . ઘરમાં નાનાથી લઈ મોટા બધાને કેરી તો ભાવતીજ હોઈ છે.આપણે કેરી તો ખાઈએ  છીએ પણ તેના ગોટલા ફેંકી દેતા હોઈએ છીએ. તે ગોટલા નું  શરીર માટે સુ મહત્વ છે તે આપણે નથી જાણતા. 
                
            ગુજરાતની કૃષિ યુનિવર્સીટી દ્વારા ઘણા સંશોધનો થયાછે. તેમાં કેરીની  ગોટલી અને છાલ  વિષે પણ એક સંશોધન થયું છે.અને તેના આધારે તેમણે કેરીની ગોટલી તથા છાલના ફાયદા જણાવ્યા છે. જે આજ હું તમારી સમક્ષ રજુ કરું છું. 

કેરીની ગોટલી ના ફાયદા 

  • ભારતના શાકાહારી લોકોમાં 80% લોકો  વિટામિન ' બી-12 ' ની ઉણપ થી પીડિત છે. તે દૂર કરવા ગોટલી મદદ રૂપ થઇ શકે છે. 
  • કેરી ખાધા પછી તેની ગોટલી ફેકવાને બદલે ખાવામાં ઉપયોગ કરવામાં આવે તો ,માનવ શરીરમાં વિટામિન 'બી 12' ની ઉણપ દૂર થઇ શકે છે.
  • ગોટલી માંથી મળતું ' મેન્ગીફેરીન' ઘટક બ્લડમાં સુગરના  લેવલને  જાળવી રાખવામાં મદદ રૂપ છે. 
  • 100 ગ્રામ ગોટલી માંથી 1 કિલો કેરીના રસ કરતા વધુ પોશાક તત્વો મળી રહે છે. 
  • ગોટલીમાં સંતુલિત પ્રમાણમાં પ્રોટીન,કાર્બોહાઈડ્રેટ્સ, ઓઇલ અને ફાઈટોકેમિકલ્સ હોઈ  છે. 

ગુજરાત ચેમ્બરમાં યોજાયેલ વિડીયો કોન્ફરન્સમાં શ્રી ગોધનભાઈ પટેલે જણાવ્યું હતું કે , માનવ શરીર માટે જરૂરી (20) એમિનો એસિડમાંથી નવ (9) પ્રકારના એસિડ શરીરમાં બનતાજ નથી. 
      1. ફિનાઈલ એલેનિન ,
      2. વેલીન,
      3. થ્રીઓનીન ,
      4. ટ્રિપ્ટોફન ,
      5. મેથેઓનીન ,
      6. લ્યુસીન,
      7. આયસોલ્યુસિન ,
      8. લાયસિન 
અને 
       9. હિસ્ટીડીન.
જે કેરીની ગોટલીમાં વધુ માત્રા માં હોવાનું જોવા મળ્યું છે. 
  
એમિનો એસિડમાંથી તયાર  થતા પ્રોટીન જ શરીરની પાચન સહિતની દરેક ક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે.  કહીયે તો જુદાજુદા એમિનો એસિડની ચેઇન જ પ્રોટીન છે. 
માનવ શરીરમાં વિટામિન-ડી સિવાયના વિટામિન બનતા નથી. માટે આ વિટામિન બનાવવા માટે આહાર પરજ આધાર  રાખવો પડે. 

click now


  • કેરીની ગોટલીમાંથી વિટામિન સી , કે અને મળે છે. જે શરીરમાંથી કચરો દૂર કરી  એન્ટી ઓક્સિડન્ટ તરીકેની ભૂમિકા પુરી પડે છે. 
  • કેરીની ગોટલી માંથી સોડિયમ,પોટેશિયમ,કેલ્શિયમ,મેગ્નેસિયમ,આયર્ન, જસત,મેંગેનીઝ જેવા ખનીજ તત્વો પણ મળી રહે છે. 
  • ગોટલીમાં કાજુ બદામ કરતા પણ વધુ પોશક ઘટક  હોઈ છે. જેનાથી ચરબી વધતી નથી. 
  • ભારતમાં 1.88 કરોડ ટન કેરીનું ઉત્પાદન થાય છે. 
  • ગોટલી માંથી કાર્બોહાર્ડ્રેટ,ચરબી અને પ્રોટીન  ઉપરાંત   44 થી 48 ટાકા સંતૃપ્ત ફેટી એસિડ,એમિનો એસિડ ઉપરાંત જુદાજુદા મિનરલ્સ પણ મળી રહે છે. 
  • ગોટલીમાં સ્ટાર્ચના સ્વરૂપમાં  કાર્બોહાઇડ્રેટસ હોવાથી ,ઘવના લોટના વિકલ્પ માં તેને લેવામાં આવે છે. 
  • ગોટલીમાં મેન્ગીફેરીન નું ઘટક ડાયાબિટીસને અંકુશમાં રાખે છે. 
  • છાલ સાથે કેરી ખાવાથી પણ ડાયાબિટીસ અંકુશમાં રહે છે. 

      માટે મિત્રો આ ઉનાળાની સીઝનમાં કેરીની  સાથે તેની ગોટલી તથા તેની છાલ નો ભરપૂર ઉપયોગ કરી લઈએ અને શરીરને ઉપયોગી વિટામિન્સ તેમાંથી મેળવિયે 

મિત્રો મારો આ લેખ લખવા પાછળ નો હેતુ  કેરીના ગોટલા શરીર માટે કેટલા ફાયદા કારક છે, તે  તમારા સુધી પહોંચાડવા. 



લેખન અને સંપાદન :

                         આ લેખ તમે 'thecare4life' ના માધ્યમ થી વાંચી રહયાછો. અમારો આ લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર , મને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખ ને  વધુમાં વધુ શેર કરો.


બસ એવુજ કઈંક જીવન જરૂરી તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણા સૌનું પ્રિય એવું 'thecare4life'પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે અવસ્ય શેર કરો. 




નોંધ : આ લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
                                                      આભાર 
Reactions

Post a Comment

0 Comments