માનવ જીવનનો અંત એટ્લે સ્માર્ટફોન /The end of human life is the smartphone

માનવ જીવન નો અંત એટ્લે સ્માર્ટફોન 


                આજના આધુનિક યુગમાં નવિનવી ટેકનૉલોજિ સાથે અને અવનવા ફીચર્સ સાથે રોજ નવાનવા ફેરફાર સાથે સ્માર્ટફોન લોન્ચ થયછે. અને તેના પ્રત્યે લોકોની દિવાનગી સાતત વધિરહિ છે. અને "સોનેપે સુહાગા" ની જેમ સમર્ટ્ફોન તો ટેકનૉલોજિ વાળા આવ્યા પણ  સાથે સાથે ડેટાપ્લાન અને કોલિંગ પણ સસ્તા થયા એટ્લે તેનો ઉપયોગ બેફામ વધ્યો છે . મારા અગાવના લેખમાં આપણે સ્માર્ટફોન વિષે ચોકાવનારા સત્યો જોયા તેના આધારે આપણે સમય સાથે ચેતી જવાની જરૂર છે. સ્માર્ટફોન આજના યુગમાં ઉપયોગી  સાધન તો  છે પણ આપણે તેનો કેટલો ઉપયોગ કરવો એ સમજવાની જરૂર છે.સ્માર્ટફોનની અસરો નાના બાળકથી લઈ વડીલો ઉપર પણ થાય છે. માટે આપણે સાવચેતી રાખવાની જરૂર છે. 

સ્માર્ટફોન ની અસરો બે પ્રકારની છે તેમ કહી શકાય. 
1.  સામાજિક અસર 
2.  શારીરિક અસર 

                 1. સામાજિક અસર:       સ્માર્ટફોન નો વધતો જતો ક્રેઝ એ માનવ જીવનના સામાજિક  સંબંધો પર સધી અસર કરે છે અને તેનાથી આપણે બધાપરિચિત છીયે. 

                   *   વ્યક્તિ પોતાના ઘરમાં પોતાના પરિવાર સાથે હોવા છતાં તે તેમની સાથે નથી હોતા.  તેમજ પરિવાર પ્રત્યે પ્રેમ અને આદર ઘટતો જાય છે. 
                   *   બાળકો મિત્રો સાથે અંગ કસરત થાય તેવી ગેમ્સ છોડી મોબાઈલ માં ગેમ્સ રમવામાં વ્યસ્ત રહે છે. જેથી તેની સારીરિક ક્ષમતાનો વિકાશ થતો નથી. અને બાળપણથીજ તે માતા-પિતા, મિત્રો વગેરેથી દૂર થતો જાય છે. 
                   *   મોબાઈલ ફોન એટ્લે ક્રાઇમ નું પોષક . સ્માર્ટફોન ના ઉપયોગથી ક્રાઇમ ના કેશોમાં વધારો થઈ રહ્યો છે. 
                   *   ખોટું બોલવાનું સાધન એટ્લે મોબાઇલ. મોબાઈલ ફોન આવતા લોકો એકબીજાને ખોટી વાત જણાવી ફ્રોડ કરી રહ્યા છે. 
                   *   સોસ્યલ મીડિયાના ઉપયોગથી ખોટા સંબંધ જે વાસ્તવિક નથી તેવા સંબંધો વધ્યા. સામે કોણ છે તે  જાણતા નથી છતાં બધી ખાનગી વાતો શેર કરી પોતાના પગ પર કુહાડી મારી રહ્યા છે.  
                   *   બાળકના ભણતર પર સીધી અસર થાય છે. તે મોબાઇલમા જ્ઞાન મેળવવાને બદલે ગેમ્સ રમવા લાગે છે. 
                   *   પતિ પત્ની ના સંબંધોમાં તકરાર થવાલાગી છે. વ્યક્તિને પોતાના પાટનર્સ સાથેનો  પ્રેમ અને સહાનુભૂતી ઓછા થતાં જાય છે. 
                   *   છૂટાછેડા નું પ્રમાણ વધ્યું છે. આજે લોકો પોતાના પાટનર્સ ને છોડી સોશીયલ મીડિયા પર હવાના મહેલ ની જેમ  અ વાસ્તવિક સંબંધો બનાવી રહ્યા છે. જે તેના સુખી સંસારનો નાશ કરે છે. 
                   *   સમાજના વ્યક્તિઓ ,મિત્રો , સગા સંબંધીઑ વગેરેથી લોકો દૂર થતાં જાય છે. લોકોના સંબંધો મસીન જેવા થતાં જાય છે જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરવામાં આવે છે. 
               
                   2. સારીરિક અસર :    સ્માર્ટફોન/ મોબાઈલ ફોન નો સતત વધતો જતો  ઉપયોગ લોકોના સરીર ઉપર અસર કરે છે. અને તેના સ્વાસ્થ્યને નુકશાન પહોચડે છે. 
                   *   એક રિસર્ચ પ્રમાણે સ્માર્ટફોન નો વધરે પડતા ઉપયોગથી માથામાં તીવ્ર દુખવો થવાની સમસ્યા થાય છે. 
                   *   સ્માર્ટફોન ના વધારે પડતાં ઉપયોગ થી માનશિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થાય છે. અને લોકો માનસિક તણાવ અનુભવે છે. 
                   *  લાંબા સમય ફોન પર ચેટ કરવી ,વિડીયો જોવા,ગેમ્સ રમવી વગેરેથી આપણી આંખો પર ખરાબ અસર થાય છે. આંખો ખેચવા લાગે છે. અને આજના યુગમાં આંખના નંબર વધવાનું પ્રમાણ વધી રહ્યું છે . 
                   *  ફોન ના વધરે પડતાં ઉપયોગથી વ્યક્તિ અનિન્દ્રાનો ભોગ બને છે. 
                   *  ફોન ના વધારે પડતાં ઉપયોગના લીધે  તેના રેડિયો એક્ટિવ તરંગો પ્રભાવથી સુક્રાણુઓ ની કમી સર્જાય છે. અને પ્રજનન ક્ષમતા પર અસર થાય છે. 
                   *   ઘણા લોકો સૌચાલય માં પણ મોબાઇલફોન સાથે લઇજતા હોય છે. તેના કારણે મોબાઇલફોન ની બોડી પર રહેલા જીવાણુઓ માનવ સરીરમાં પ્રવેશે છે. જેથી તે પેટની નાની મોટી સમસ્યાઑ અનુભવે છે. 
                   *   વધારે પડતી ફોનમાં વાત કરતાં લોકોના કાન પર તેની અસર થાય છે. તેને ધીરે ધીરે સંભડાવવાનું  ઓછું થતું જાય છે. માટે બને ત્યા સુધી હેડફોન નો ઉપયોગ ટાળવો તેમજ ફોન કાનથી સંભડાઈતેટલી દૂરી પર રાખવો અથવા સ્પીકર ફોન નો ઉપયોગ કરવો. 
                   *   સ્માર્ટફોન નો ઉપયોગ જરૂર કરતાં વધારે કરવામાં આવે તો કેન્સરની બીમારી થવાનો ભય રહે છે. 
                   *   ફોન માંથી નીકળતા કિરણો આપણાં હ્રદયને અસર કરે છે. આપણાં રક્ત કણોને અસર પહોચાડે છે. બને ત્યાં સુધી મોબાઈલફોન ખિસ્સામાં રાખવાનું ટાળવું. 
                   *   રસ્તા પર ફોન નો ઉપયોગ જીવ જોખમમાં મૂકે છે. રસ્તા પર ધાણા અકસ્માતો અને મૃત્યુ રસ્તા પર ફોનના ઉપયોગથી થાય છે. 
                   *   બધા લોકો મોબાઇલફોન માં માથું જુકવી ફોન નો ઉપયોગ કરે છે. જેનાથી કરોડરજૂ ને અસર થાય છે. અને કમરનો દુખાવો થાય છે. 
                                                                       
                       આ બધી બાબતો પર ધ્યાન આપતા આપણે એટલું સમજવાની જરૂર છે કે બને ત્યાં સુધી મોબાઇલફોન નો ઉપયોગ ઓછો કરવો જોઇયે. આવીજ અવનવી જાણકારી માટે મારા બ્લોગની અવસ્ય નિયમિત  મુલાકાત લેતા રહેશો. 



 લેખન અને સંપાદન :

                         આ લેખ તમે 'thecare4life' ના માધ્યમ થી વાંચી રહયાછો. અમારો આ લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર , મને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખ ને  વધુમાં વધુ શેર કરો.


બસ એવુજ કઈંક જીવન જરૂરી તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણા સૌનું પ્રિય એવું 'thecare4life'પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે અવસ્ય શેર કરો. 


નોંધ : આ લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
આભાર 
Reactions

Post a Comment

0 Comments