whatsapp  પર સેન્ડ કરેલા મેસેજ્સ ડિલીટ નહીથાય



આજના યુગમાં સ્માર્ટફોન હોય અને WhatsAppના હોય ફોનમાં એવું ભાગ્યે જ બને છે. દુનિયામાં WhatsApp ખુબ જ લોકપ્રિય એપ થઇ ગઇ છે. વાંરવાર WhatsApp નવા નવા પરિવર્તન તેની એપમાં કરે છે. જેમાં Whatsappની સૌથી લોકપ્રિય સુવિધા ‘Delete for Everyone’ માં એક નવું અપડેટ આવ્યું છે. આ ફિચર્સમાં, સંદેશ મોકલનાર મોકલેલા મેસેજને 1 કલાક, 8 મિનિટ અને 16 સેકન્ડમાં ડિલીટ કરી શકે છે. ત્યારબાદ સેન્ડર અને રિસીવર બન્નેના ફોનથી મેસેજ ડિલીટ થઇ જાય છે. નવા અપડેટમાં, વૉટ્સએપે Recipient limitમાં બદલાવ કર્યો છે.

જોકે, યૂઝર્સ 13 કલાક, 8 મિનિટ અને 16 સેકન્ડમાં તેમનો મેસેજ રિસીવ કરી લે છે, તો હજુ પણ 1 કલાક, 8 મિનિટ અને 16 સેકન્ડ્સની અંદર મોકલવામાં આવેલો મેસેજ ડિલીટ કરી શકાય છે.
Recipient limitને અપડેટ કરવાનો અર્થ એવો થાય છે કે જો તમે કોઈને મોકલેલા મસેજને ડિલીટ કરો છો, પરંતુ યૂઝર્સને તમારા મેસેજની રિક્વેસ્ટ 13 કલાક 8 મિનિટ અને 16 સેકન્ડ સુધી નથી મળતી તો આ મેસેજ ડિલીટ નહીં થાય. ઉદાહણ તરીકે જોઈએ તો જો તમે કોઈને મેસેજ કર્યો છે અને આ દરમિયાન ઉપર જણાવેલ કલાકો સુધી તેનો ફોન બંધ હોય તો તે મેસેજ ને ડિલીટ નહીં કરી શકાય.
કંપનીએ એ યૂઝર્સઓને ધ્યાનમાં રાખીને આ પગલું ઉઠાવ્યું છે, જે મેસેજ ડિલીટ કરવાનો ગેરફાયદો ઉઠાવીને અઠવાડિયા, મહિનાઓ અને વર્ષો પહેલાં મોકલેલા મેસેજને ડિલીટ કરી રહ્યા છે

                     તો મિત્રો ચેતી જજો કોઇને ખોટા મેસેજ્સ સેન્ડ ન થઇજાય

લેખન અને સંપાદન :
                          લેખ તમે 'thecare4life' ના માધ્યમ થી વાંચી રહયાછો. અમારો લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર , મને આશા છે કે તમને લેખ ગમ્યો હશે, તો લેખ ને  વધુમાં વધુ શેર કરો.


બસ એવુજ કઈંક જીવન જરૂરી તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણા સૌનું પ્રિય એવું 'thecare4life'પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે અવસ્ય શેર કરો.



નોંધ :  લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

આભાર