ડેન્ડ્રફને દૂર કરવાના નુસખાઓ. 


 ચોમાસામાં ભેજને કારણે વાળ બહુ ઊતરે છે અને પુષ્કળ ડેન્ડ્રફ થાય છે. ડેન્ડ્રફ એ વાળ ખરવા અને રૂક્ષ થવા પાછળનું મોટું કારણ છે. એમાંય શિયાળા અને ચોમાસાની સિઝનમાં આ સમસ્યા વધી જાય છે. ગુસ્સો, સ્ટ્રેસ, ટેન્શન અને ડિપ્રેશનને કારણે ત્વચા અને વાળ બન્ને પર સીધી અસર પડે છે. સાથે જ ભોજનમાં જરૂરી પોષક તત્વો ન મળતાં હોય તો પણ વાળ નબળાં થઈ જાય છે. અત્યંત તીખું-તળેલું અને આથાવાળું ખાવાની આદતથી પણ ખોડાની સમસ્યા વકરે છે. જેથી આજે અમે તમને માથામાં ફંગલ ઈન્ફેક્શન અને ડેન્ડ્રફને દૂર કરવાના નુસખાઓ જણાવીશું. જે જડમૂળથી ડેન્ડ્રફ અને ખંજવાળને દૂર કરશે.

તુલસી અને આમળા: 

તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ પ્રોપર્ટી હોય છે અને આમળા વાળ સિલ્કી અને શાઈની બનાવે છે. 2 નાની ચમચી તુલસીના પાનની પેસ્ટ, આમળા પાઉડર અને પાણી મિક્સ કરો. આ લેપ માથામાં લગાવી અડધા કલાક બાદ ધોઈ લો.

ઓલિવ ઓઈલ: 

ડ્રાય સ્કેલ્પને મોઈશ્ચરાઈઝ કરીને ડેન્ડ્રફથી છુટકારો આપે છે. રાતે ઓઈલ નવશેકું ગરમ કરી માથામાં મસાજ કરો. સવારે શેમ્પૂ કરી લો.

બેકિંગ સોડા: 

આ ડેન્ડ્રફ વધારનાર ફંગસને ખતમ કરી માથાની ડેડ સ્કિનને હટાવે છે. શેમ્પૂમાં એક નાની ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને શેમ્પૂ કરો.

કડવો લીમડો:

આમાં રહેલાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીઈન્ફ્લામેટરી ગુણ ડેન્ડ્રફ દૂર કરે છે. પાણીમાં લીમડાના પાન નાખી ઉકાળો. ઠંડું થયા બાદ તેનાથી માથું ધુઓ.

આદુ અને તલનું તેલ: 

આદુની એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી ડેન્ડ્રફ કંટ્રોલ કરી વાળનો ગ્રોથ વધારે છે. થોડું તલનું તેલ લઈ તેમાં અડધી ચમચી આદુનો રસ મિક્સ કરી માથામાં લગાવી મસાજ કરો. અડધા કલાક બાદ શેમ્પૂ કરી લો.
મીઠું: 
મીઠું માથાની ડેડ સ્કિન કાઢવા અને ડેન્ડ્રફ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આંગળીઓના ટેરવામાં થોડું મીઠું લઈ સ્કેલ્પમાં મસાજ કરો. 5 મિનિટ બાદ માથું ધોઈ લો.

નોંધ; આ લેખ દિવ્યભાસ્કર માંથી લેવામાં આવ્યોછે. અને તમારા સુધી પહોંચાડવામાં આવ્યો છે.


 લેખન અને સંપાદન :
                          લેખ તમે 'thecare4life' ના માધ્યમ થી વાંચી રહયાછો. અમારો લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર , મને આશા છે કે તમને લેખ ગમ્યો હશે, તો લેખ ને  વધુમાં વધુ શેર કરો.
બસ એવુજ કઈંક જીવન જરૂરી તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણા સૌનું પ્રિય એવું 'thecare4life'પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે અવસ્ય શેર કરો.

નોંધ :  લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

આભાર