ખૂબ જ નાનકડી પણ અજમાવવા જેવી ટિપ્સ રસોડાની રાણી માટે . /Tips for the Queen of the Kitchen to try even the smallest.

ખૂબ જ નાનકડી પણ અજમાવવા જેવી ટિપ્સ રસોડાની રાણીને આપશે રાહત.



રસોડાના ખાદ્ય પદાર્થ માં અમુક પદાર્થ એવા હોય છે કે 12 મહિનાના સાથે વસાવી લઈએ તો પણ તે સારા રહે છે, જ્યારે અમુક ખાદ્ય પદાર્થ એવા છે કે જે તાજા તાજા રોજ લાવીને વાપરવાના હોય છે, તો અમુક પદાર્થ એવા હોય છે જે ત્રણ ચાર દિવસ કે તેનાથી વધારે એક અઠવાડિયા સુધી ટકી શકે છે. પણ એમાં ઘણા ખાદ્ય પદાર્થ વીક સુધી ફ્રેશ કઈ રીતે રાખી શકાય તે પ્રશ્ન બધાને  સતાવતો હોય છે.


જેમકે બજારમાં નીકળીએ અને લીંબુ સસ્તા તેમજ સારા ભાવના મળી જાય તો આપણે એક સાથે લઈ લેતા હોય છીએ. પણ તે લીંબુ ત્રણ દિવસ ફ્રીજ માં રહેતા બગડવા માંડે છે લીંબુ ત્રણ જ દિવસમાં ન બગડે તેના માટે શું કરવું જોઈએ તે વિશે વાત કરીશું. લીંબુ એક સાથે વધારે લીધા હોય તો તેને ધોઈ ને લુછી લેવા.અને દરેક લીંબુ ઉપર થોડું કોપરેલ લગાવી દેવું. તેલ લગાવ્યા બાદ એક ખુલ્લા કન્ટેનરમાં લીંબુ ને મૂકી દેવા. કોપરેલ લગાવેલા આ લીંબુ દસ દિવસ સુધી તાજા બજારમાંથી લાવ્યા હોય તેવા જ રહેશે. વળી લીંબુ ની છાલ થોડી જાડી હોવાના  કારણે લીંબુ ની  વાંસ પણ લીંબુના રસમાં નહીં બેસે.

 પાસ્તા બનાવતી વખતે મોટાભાગે એક તકલીફ થતી હોય છે કે તેને જ્યારે ઉકળવા મૂકીએ ત્યારે તે ઉભરાય ખૂબ જલદી જાય છે, અને તેનુ ચીકણુ પાણી પ્લેટફોર્મ ઉપર પડીને તેને બગાડે છે. આવું ન થાય તેના માટે એક કન્ટેનરમાં પાણી લઈને પહેલા તેને ઉકાળી લેવું જેવું પાણી ઉકળે કે તરત તેની અંદર ખાવાનું તેલ નાખવું ખાવાનું તેલ નાખવાથી પાસ્તા ઉકળીને કન્ટેનરમાંથી બહાર નહિ પડે.

 લેખન અને સંપાદન :
                          લેખ તમે 'thecare4life' ના માધ્યમ થી વાંચી રહયાછો. અમારો લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર , મને આશા છે કે તમને લેખ ગમ્યો હશે, તો લેખ ને  વધુમાં વધુ શેર કરો.
 બસ એવુજ કઈંક જીવન જરૂરી તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણા સૌનું પ્રિય એવું 'thecare4life'પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે અવસ્ય શેર કરો.

નોંધ :  લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

આભાર 



Reactions

Post a Comment

0 Comments