શું તમે લસણના ફાયદાઓ જાણોછો ?


                લસણનો ઉપયોગ ભોજનમાં કે રસોઈમાં માત્ર સ્વાદ વધારવા માટેજ નહીં પણ આપણા સરીરના ઘણા રોગો માટે મહત્વનો છે. જો માનીએ તો શ્રેસ્ઠ ઔવસધિ પણ છે. ઘણા લોકો લસણની ગંધ થી પણ દૂર ભાગતા હોય છે. પણ તે લોકો એ નથી જાણતા કે, આ એક વરદાન રૂપી ઔવસધ છે. લસણ નો ઉપયોગ લાગભગ સંસોધન મુજબ 5000 વર્ષ પહેલા થી થઈ રહ્યો છે. 
                વૈજ્ઞાનિક સંસોધન દ્વારા પણ સાબિત થયું છે કે લસણ સરીર માટે ફાયદા કરક છે.અને આપણાં ઔસધ સાસ્ત્રો માં પણ લસણ ના ગુણ નો સમાવેસ કરવા માં આવ્યો છે. માટે આપણે લસણ ના ફાયદા વિષે જાણીશું. 
                 
                 મિત્રો તમે લસણ ના ફાયદા વિષે જાણશો તો તમે પણ લસણ ખાવા નું સારું કરી દેશો. 

  •  સૌપ્રથમ આપણે લસણ ના ગુણધર્મ વિષે જાણીએ.

    લસણ ના બે પ્રકાર છે. 1. ઘણી બધી કળી વાળું. 2. એક કળી વાળું.


 લસણ ની અંદર ખાટા રસ સિવાય ના ખરો,ગાળ્યો,તીખો,તૂરો,અને કડવો વગેરે રસ રહેલા છે. જેમાં તીખો રસ મુખ્ય છે.

  લસણ ના ગુણો ; 



  તે ગરમ,તીક્ષ્ણ, રાશાયન, પચવામાં ભારે, પાચક, ઝાડો સાફ કરનાર,વીર્યવર્ધક, ભાંગેલા હાડકાને મટાડનાર, બળ વર્ધક, બુદ્ધિ વર્ધક છે. અને એક કળી વાળું લસણ ઉતમ ગણાય છે. 


     ફાયદા ; 



                 હ્રદય રોગ, વાયુના રોગ, કફના રોગ, પેટનો દુખાવો, કબજિયાત, અરુચિ, ઉધરસ, મંદાગ્નિ વગેરે મટાડે છે. લસણ માં એક ઉદનશીલ તેલ રહેલું હોય છે. જેમાં એલઇલ પ્રોપઈડ સલ્ફઇડ 6%, દય એલાઈલ ડાયસ સલ્ફાઇડ 6% તથા બીજા બે ગંધ યુક્ત દ્રવ્યો રહેલા હોય છે.  
     
   


     લીવર ને મજબૂત બનાવે; 



                               રાત્રે સૂતા પહેલા લસણ ની પેસ્ટ ને એકચમચી ઓલિવ ઓઇલ અથવા સોયાબીન ઓઇલ સાથે લેવાથી લીવર સ્વસ્થ બને છે અને સાથે સાથે તેમાં મજબૂતી આવે છે. યોગ્ય રીતે એકટિવ રહે  છે. લસણ ની અંદર વિટામિન સી, એ,બી અને જી તથા સલ્ફર,લોહ તત્વ, કેલ્સિયમ ઉપરાંત નકામાં બેક્ટેરિયા નો નાસ કરતું એલિસીન નામ નું તત્વ હોય છે. લસણ ની તાજી પેસ્ટમાં ડીપ્થેરિયા અને ટીબી ના જીવાણુ નષ્ટ કરવાનો ગુણ હોય છે.
   


     આંતરડાના કેન્સર માટે ઉપયોગી; 




                                     આંતરડા ના કેન્સર વાડી વ્યક્તિ ડોક્ટર ની સલાહ પ્રમાણે લસણ નો પ્રયોગ કરે તો કેન્સર થી બચી સકે છે. લસણ માં ફ્રી રેડિકલ્સ ને રોકવા ની શક્તિ છે. સંશોધકો ના મત પ્રમાણે કેન્સર ની ગાંઠ ફ્રી રેડિકલ્સ ના લીધે થતી હોય છે. આવા રેડિકલ્સ ડી એન એ ,સેલ મેમ્બરન્સ માટે હાનિકર્તા છે. લસણ માનું એલિનસ એંજાઈમ નકામા કોષો ને દૂર કરે છે.
   


     હાય બીપી કે હાઈપર ટેન્સન માટે લાભ કર્તા; 



                                   હાઈપર ટેન્સન કે હાઇ બીપીની તકલીફ હોય તો રોજ તાજા લસણ ની બે કાળી ખાવી જેનાથી લોહી નું ભ્રમણ થાય છે. લોહી ના પ્રવાહ ને નિયમિત કરેછે. સાથે હ્રદય ,લીવર અને મૂત્રાસાય ને લગતી સમસ્યા દૂર કરે છે.
  


      અણ ગમતા ખીલ માટે ઉપયોગી ; 




                                  ખીલ ઉપર નિયમિત લસણ નો રસ લગાવવાથી ફાયદો થાય છે. તેના રસ માં વ્હાઇટ વિનેગર નાંખી લગાવી શકાય. લસણ નું એલિસીન તત્વ ત્વચાને કોમળ અને મુલાયમ બનાવે છે.  



      પોષક તત્વો ની ઉણપ દૂર કરે છે ; 




                                   લસણ ની એક કાળી દરરોજ લેવાથી વિટામિન એ,બી, અને સી સાથે આયોડિન, પોટેસીયમ, કેલ્સિયમ અને મેગ્નેસિયમ જેવા પોષક તત્વો એક સાથે મળી રહે છે.
 


      હ્રદય ના હુમલાથી બચાવે ; 



                                   લસણ માં રહેલ પ્લેટ લેટસ તત્વ લોહીની ગંઠા બનવા ની પ્રક્રિયા ધીમી કરીદે છે. લોહી પાતળું રાખે છે. જેથી લોહીનું પરિભ્રમણ નિયમિત રહે છે. તેથી હ્રદય રોગ કે હુમલો આવતો નથી. તેમજ હ્રદય ને ઑક્સીજન રેડિકલ્સના પ્રભાવ થી બચાવે છે.
 


     કાન માં લવકારા(દુખાવો ) ; 



                                   સરસિયા ના તેલમાં લસણ ની એક કળી નાંખી ઉકાળી ને નવસેકું થાય ત્યારે કાન માં તેલ ના બે ટીપાં નાંખવાથી ઇંસ્ટંટ  રાહત મળે છે. સરસિયા નું તેલ ના હોય તો ખાવાનું તેલ (ઓઇલ ) પણ ચાલે
  


      રોગ પ્રતિકારક ક્ષમતા વધારે ; 



                                    આપના રોજિંદા ખોરાક માં જો લસણ નો ઉપયોગ કરવા માં આવે તો રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. જો મોસમી સરદી અથવા ખાંસી થયજાય તો લસણ નો ચા  બનાવી ને પીવાથી જલ્દી રાહત મળે છે. બદલતા મોસમમાં મોટાભાગે કોઈ પણ ઉમરના લોકોને કફ અને ઉધરસ ની સમસ્યા થતી હોય છે. માટે જો લસણ નો નિયમિત ઉપયોગ કરો તો આવી ઘણી બધી નાની નાની સમસ્યાઓ થી છુટકારો મળે છે.  
    

      વાળ ખરતા અટકાવે ; 


                                      રોજિંદા જીવન માં લસણ નો ઉપયોગ નિયમિત કરવા માં આવે તો ખરતા વાળ અટકે છે. લસણ માં એલિસીન તત્વ ભરપૂર માત્રામાં હોય છે. સાથેજ સલ્ફર પણ હોય છે. લસણ ને વાટીને સ્કેલ્પમાં લગાવવાથી પણ હેર ફોલ ઘટે છે.  
   


      દાંત ના દુખાવા માં રાહત ; 



                                      લસણ ના સેવનથી દાંત ના દુખાવા માં પણ રાહત મળે છે. દાંત માં દુખાવો થાય ત્યારે લસણ ને વાટી ત્યાં રાખી દેવું તરત આરામ મળીજસે . કારણ કે લસણ માં એન્ટિ બેક્ટેરિયલ તત્વ હોય છે. જેનો દાંત પર સોધો પ્રભાવ પડે છે.   
    


      સફેદ વાળ કળા કરે છે; 



                                       લસણ ની 5 કાળી ને થોડાક પાણીમાં નાખીને પીસી લેવી અને તેમાં 10 ગ્રામ મધ મિક્સ કરી સવાર સાંજ તેનું સેવન કરવું. આ ઉપાય થી સફેદ વાળ કાળા થાય છે.
 


      ગાળાનું ઇન્ફેકશન દૂર કરે છે ; 




                                       લસણ અને મધ બંને નું મિશ્રણ લેવાથી ગાળાનું સંક્રમણ દૂર થાય છે. કારણ કે તેમાં ઇન્ફલેમેટરિ ગુણ રહેલો છે. આ ગાળા ની ખારાસ અને સોજો દૂર કરે છે.
   

        ડાયરિયાથી મુક્તિ ; 



                                       જો કોઈ ને ડાયરીયા થઈ રહ્યો હોય તો તેમણે લસણ અને મધ નું મિશ્રણ લેવાથી પાચન તંત્ર ઠીક થાય છે. અને પેટ નું સંક્રમણ માટી જશે.
   


       ફંગલ ઇન્ફેકસન થી બચાવે ; 



                                       સરીર ના ઘણા ભાગ પર ફંગલ ઇન્ફેકસન થતાં હોય છે. આ ફંગલ ઇન્ફેકસન ને મટાળવા માટે લસણ ની ત્રણ ચાર કળી સાથે મધ ભેળવી નિયમિત લેવાથી ઇન્ફેકસન અટકે છે. આ મિશ્રણમાં એંટીબેક્ટેરિયલ ગુણ હોય છે.
     


       ભૂખ વધારે છે ; 




                                      લસાણ નું નિયમિત સેવન કરવા માં આવે તો તે પાચન પ્રક્રિયા ને મજબૂત કરે છે. જેનાથી ભૂખ વધે છે. લસણ ના સેવન થી તણાવ દૂર થાય છે. જ્યારે તમને ગભરામણ થાય ત્યારે પેટ માં એસિડ બને છે,એ એસિડ ને પણ બનતું અટકાવે છે॰  
    


        સ્વસન તંત્ર ને મજબૂત બનાવે છે ; 



                                       લસણ સ્વસન તંત્ર માટે ખુબજ ઉપયોગી અને ફાડા કરક છે. લસણ ટ્યૂબર્ક્લોસિસ ,અસ્થમા ,નિમોનિયા ,સરદી ,બ્રોકાઈટિસ,જૂની સરદી, ફેફસામાં કફ વગેરેની સારવાર માં ઉપયોગી છે.
   


       ફેફસાની બીમારીમાં રાહત ;



                                       જો તમને બ્રોકાઈનલ બીમારી સંબંધિત કોઈ ઉપચારની જરૂર છે, તો આ અર્ક બનાવો. 200 ગ્રામ લસણ,700 ગ્રામ બ્રાઉન સુગર અને 1 લિટર પાણી. પાણી ને લસણ સાથે ઉકાળો ત્યાર બાદ ખાંડ મિક્સ કરો. દિવસ માં ત્રણ ચમચી સેવન કરો.


       હાડકને મજબૂત બનાવે; 


                                       લસણ માં પોટેસીયમ,ફૉસ્ફરસ જેવા ગુણો રહેલા છે. રોજ રાત્રે લસણ ની એક કળી ખાવાથી હાડકાં પણ મજબૂત થાય છે. તમારા હાડકાં માં ક્યારેય દુખાવો પણ નહીં થાય.અને તમારા દાંત પણ મજબૂત થાય છે.
                           
   સાવધાની :
                   જો તમને લસણ ની કોઈ પ્રકાર ની એલર્જી હોય તો આ મહત્વ ની વાતો નું ધ્યાન રાખવું. 

     ક્યારેય પણ તેને કાચું ખાવવું નહીં.
       ચામડી સંબંધિત કોઈ સમસ્યા થાય, તાવ આવે કે માથાનો દુખાવો થાય તો તેનું સેવન કરવાનું છોડી           દેવું. 
       ઉનાળાના સમયમાં બને ત્યાં સુધી કાચું લસણ ના ખાવવું. અથવા તાસીર પ્રમાણે સેવન કરવું. 
       જો કોઈ તકલીફ જણાય તો તરત તેનું સેવન છોડી દેવું. 
       જે લોકો ને બ્લડ પ્રેસર ઓછું રહે છે તે લોકો એ લસણ નું સેવન ખૂબ ઓછું કરવું. 
       જે લોકો ને એનીમિયા હોય તેમણે કાચું લસણ ભૂલથી પણ ના ખાવું. 
       પ્રેગ્નેન્સી દરમિયાન લસણના સેવન થી બચવું. 
       આપના સરીર માં તાજું ઓપરેસન થ્યેલ હોય કે થવાનું હોય તો લસણ ણો ઉપયોગ કરવો નહીં.

લેખન અને સંપાદન :

                         આ લેખ તમે 'thecare4life' ના માધ્યમ થી વાંચી રહયાછો. અમારો આ લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર , મને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખ ને  વધુમાં વધુ શેર કરો.

બસ એવુજ કઈંક જીવન જરૂરી તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણા સૌનું પ્રિય એવું 'thecare4life'પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે અવસ્ય શેર કરો. 
આભાર 
નોંધ : આ લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.