વિટામીન્સની ઉણપ થી થતાં રોગો / Diseases caused by vitamin deficiency

વિટામીન્સની ઉણપ થી થતાં રોગો 



વિટામીન્સએ  માનવ શરીર નો મુખ્ય આધાર છે. જો શરીરમાં કોઈ પણ વિટામિન ની ઉણપ આવે તો શરીરની રોગ પ્રતિકારક ક્ષમતામાં ઘટાડો થાય છે. અને શરીરમાં જુદાજુદા રોગો થાય છે.માટેજ માનવ શરીરનો મુખ્ય આધાર વિટામિન્સ છે તેમ કહી શકીયે. આ વિટામિન્સ આપણને જુદાજુદા ખોરાક માંથી મળે છે. 

 આજે હું  વિટામિન્સ વિષે ,તેના સ્ત્રોત વિષે તેમજ તેની ઉણપથી થતા રોગો વિષે માહિતી તમારા શુઘી પહોંચાડી રાયો છું. જે તમને જાણી ને આનંદ થશે તેમજ તમારા જીવન માં ઉપયોગી બનશે .તમે જાણી શકશો કે ક્યાં રોગ પાછળ કયું વિટામિન જવાબદાર છે. તો ચાલો આપણે જાણીયે .

વિટામિન્સ ,તેના સ્ત્રોત અને તેની ઉણપથી થતા રોગો. 


વિટામિન A (રેટિનોલ )


સ્ત્રોત :   દૂધ,ઈંડા,પનીર,લીલા શકભાજી,માછલી,કોડલીવાર ઓઇલ,ગાજર .

રોગ :  રતાંધળાપણું 


વિટામિન B 1 (થાયમીન ) 


સ્ત્રોત :    મગફળી,તલ,સૂકા મરચા,ઈંડા,લીલા શાકભાજી,કોડ લીવર ઓઇલ.

રોગ :    બેરીબેરી 



વિટામિન B2  (રાઇબોફ્લેવિન ) 


સ્ત્રોત :   માંસ,લીલા શકભજી,દૂધ.
રોગ :   ત્વચા ફાટવી , જીભ ફાટવી,આંખ લાલ થવી.


વિટામિન B3 (પેન્ટોથેનીક એસિડ ) 


સ્ત્રોત  :     મગફળી,શેરડી,ટામેટા,માંસ,દૂધ .
રોગ :    નાની ઉંમરમાં વાળ સફેદ થવા, મંદબુદ્ધિ . 


વિટામિન  B4 (નિયાસિન ) 

 

સ્ત્રોત :    મગફળી,બટેટા,પાંદડાવાળા શાક, ટમેટા .
રોગ :    પેલાગ્રા 


વિટામિન B6 (પાઇરીડોકીરોન )   


સ્ત્રોત :   માંસ,કોડલીવર ઓઇલ, અનાજ .
રોગ :   એનિમિયા.

વિટામિન B7 (બાયોટિન )  


સ્ત્રોત :   ઈંડા,કોડલીવર ઓઈલ, દૂધ, માંસ .
રોગ :   લકવો , શરીરમાં દુઃખાવો .

વિટામિન B12 (સાયનો કોબાલ એમિન ) 



સ્ત્રોત :  દૂધ,માંસ . 
રોગ :   એનિમિયા 

ફોલિક એસિડ (ટેરોઇલ ગ્લુટેમિક )


સ્ત્રોત :    દાળ,ઈંડા,કોડલીવર ઓઇલ, શાકભાજી .
રોગ :    પેશીય રોગ 

વિટામિન C (એસ્કોર્બિક એસિડ ) 


સ્ત્રોત :    બધાજ ખાટા  ફાળો, અંકુરિત અનાજ , મરચા .
રોગ :     સ્કર્વી ( પેઢા ફૂલે ,લોહી નીકળે )

વિટામિન  D  (કૅલ્સિફેરોલ )  


સ્ત્રોત :      સૂર્ય પ્રકાશ , દૂધ , ઈંડા .
રોગ :      બોળકોમાં સુક્તાન (રીકેટ્સ ) વયસ્કોમાં ઓસ્ટિયોમેલિશયા .

વિટામિન E (ટોકોફેરોલ ) 


સ્ત્રોત :     પાંદડાવાળા શાકભાજી , દૂધ,માખણ , અંકુરિત ઘઉ , વનસ્પતિ તેલ .
રોગ :   પુરુષોમાં નપુસંકતા ,સ્ત્રીઓમાં વ્યંધત્વ .


વિટામિન K (ફિલોકિવનોન ) 


સ્ત્રોત :    ટમેટા, લીલા શાકભાજી .
રોગ :    લોહી ન જામે (આંતરડામાં પણ ઉત્પન્ન તાહ્ય છે.)


આમ શરીરમાં જુદાજુદા વિટામિન્સની માત્રા જળવાઈ રહેવી આવશ્યક છે.જો વિટામિન નું પ્રમાણન વધારે કે ઓછું થાય તો શરીરમાં જુદાજુદા રોગો થાય છે.અને આપણે કોઈ મોટી બીમારીનો ભોગ બનિયેછીએ . માટે દરેક વિટામિન્સ મળીરહે તેવા ખોરાક લેવાનું વધારે પસંદ કરવું. 


લેખન અને સંપાદન :
                         આ લેખ તમે 'thecare4life' ના માધ્યમ થી વાંચી રહયાછો. અમારો આ લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર , મને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખ ને  વધુમાં વધુ શેર કરો.


બસ એવુજ કઈંક જીવન જરૂરી તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણા સૌનું પ્રિય એવું 'thecare4life'પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે અવસ્ય શેર કરો.



નોંધ : આ લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. 

આભાર 

Reactions

Post a Comment

0 Comments