શું તમે પણ હળદર વાળું દૂધ પીવો છો ? / Do you also drink turmeric milk?

 શું તમે પણ હળદર વાળું દૂધ પીવો છો ?



રોજ પીઓ હળદરવાળું દૂધ, થશે અધધ લાભ



હળદર એક એવો મસાલો છે જે દરેકના રસોડામાં જોવા મળે છે.

આ ઉપરાંત તેનો પ્રયોગ ઔષધીયના રૂપમાં પણ કરી શકાય છે.
હળદરવાળુ દૂધ બીમારીઓ સાથે દુખાવામાં પણ તરત આરામ આપે છે. પણ કેટલાક લોકોએ આનુ સેવન કરતા બચવુ જોઈએ.

આજે અમે તમને જણાવશુ કે ક્યા ક્યા લોકોએ હળદર વાળા દૂધનુ સેવન ન કરવુ જોઈએ.



પિત્તાશયમાં પથરી:


જો પિત્તાશયમાં જોડાયેલ કોઈપણ સમસ્યા છે તો હળદરના દૂધનુ સેવન ન કરો. કારણ કે આનુ સેવન કરવાથી આ સમસ્યા વધી શકે છે.


એલર્જી:


જો તમને કોઈપણ પ્રકારની એલર્જી છે તો હળદરના દૂધનુ સેવન કરવુ બંધ કરી દો. આવામાં હળદરનુ સેવન એલર્જીની સમાસ્યાને વધુ વધારી શકે છે.



લીવરની સમસ્યા:


જે લોકોને લીવર સાથે જોડાયેલ સમસ્યા છે , તેમણે હળદરવાળા દૂધનુ સેવન ન કરવુ જોઈએ. કારણ કે તેમા રહેલ તત્વ લીવરની સમસ્યાને વધુ વધારી શકે છે.


બ્લડ શુગર:


હળદરમાં એક રાસાયણિક પદાર્થ જોવા મળે છે. જે બ્લડ શુગર લેવલને પ્રભાવિત કરે છે. આવામાં શુગરના રોગીઓને હળદરવાળા દૂધથી પરેજ કરવુ જોઈએ.



સર્જરી દરમિયાન:


હળદર લોહીના થક્કાને જામવા દેતું  નથી. જેને કારણે લોહીનો  સ્ત્રાવ વધી જાય છે. જો તમારી સર્જરી થઈ છે કે પછી  થવાની છે તો હળદરવાળા દૂધનુ સેવન ન કરો.



 લેખન અને સંપાદન :
                         આ લેખ તમે 'thecare4life' ના માધ્યમ થી વાંચી રહયાછો. અમારો આ લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર , મને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખ ને  વધુમાં વધુ શેર કરો.


બસ એવુજ કઈંક જીવન જરૂરી તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણા સૌનું પ્રિય એવું 'thecare4life'પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે અવસ્ય શેર કરો.



નોંધ : આ લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

આભાર 



Reactions

Post a Comment

0 Comments